Site icon Revoi.in

પુરીઃ જગતના નાથના દર્શન કરવા માટે રાષ્ટ્રપતિ પ્રોટોકોલ તોડીને 2 કિમી પગપાળા ચાલી પહોંચ્યા

Social Share

નવી દિલ્હીઃ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજી આજે ઓડિશાના પુરી પહોંચ્યાં હતા. ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે રાષ્ટ્રપતિથી પ્રોટ્રોકોલ તોડીને 2 કિમી સુધી ચાલતા પહોંચ્યાં હતા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઓડિશાના પ્રવાસે છે અને આજે તેઓ ભુવેનેશ્વર પહોંચ્યાં હતા. અહીં રાજ્યપાલ પ્રો. ગણેશી લાલ, મુખ્યમંત્રી નવીન પટનાયક અને કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેમનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂની પ્રથમ મુલાકાતને પગલે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તે બાદ રાષ્ટ્રપતિ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા અને આશીર્વાદ લેવા માટે પુરી પહોંચ્યાં હતા. આ દરમિયાન ખુલ્લા પગે લગભગ 2 કિમી પદયાત્રા કરી હતી. આ દરમિયાન કેન્દ્રીય શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યાં હતા. રાષ્ટ્રપતિના ટ્વીટર એકાઉન્ટ આ વીડિયો શેયર કર્યો હતો.

રાષ્ટ્રપતિજી પગપાળા દર્શન કરવા જતા હતા ત્યારે અન્ય શ્રદ્ધાળુઓએ જય જગન્નાથજીના નાથ કર્યો હતો. દરમિયાન રાષ્ટ્રપતિએ લોકોનું અભિવાદન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂજી ઓડિશાના છે અને મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં તેમનો જન્મ થયો હતો.