કોર્ટના આદેશને પગલે મધ્ય રાત્રિ બાદ જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા થઈ
લખનૌઃ વારાણસીમાં 30 વર્ષ બાદ ફરી એકવાર ઘંટનાદ સાથે આરતી ગૂંજતી. જિલ્લા કોર્ટના ચુકાદા બાદ જ્ઞાનવાપી મસ્જિદના પરિસરના વ્યાસના ભોંયરામાં અડધી રાતે 2 વાગ્યે પૂજા થઇ.
બુધવારે વારાણસીની જિલ્લા અદાલતે હિન્દુ પક્ષને જ્ઞાનવાપી મસ્જિદ સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો. જે પછી, કોર્ટના આદેશનું પાલન કરવા માટે, જિલ્લા વહીવટીતંત્ર મધ્યરાત્રિએ જ્ઞાનવાપી સંકુલમાં પહોંચ્યું, જ્યાં તેઓએ બેરિકેડ્સને હટાવીને પૂજા શરૂ કરી હતી.
કેવીએમ ટ્રસ્ટના પૂજારી દ્વારા પ્રતિમા સ્થાપિત કરાયા બાદ શયન આરતી કરવામાં આવી હતી. તેની સામે અખંડ જ્યોત પ્રજ્જવળીત કરાઈ. તમામ દેવતાઓની દૈનિક આરતી- સવારની મંગળા આરતી, ભોગ આરતી, સંધ્યા આરતી, શયન આરતી કરાશે.
બુધવારે (31 જાન્યુઆરી) વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટી રાહત મળી, જ્યારે કોર્ટે પરિસરમાં હાજર ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર આપવાનો આદેશ આપ્યો. હિંદુઓને જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર મળ્યો છે.