Site icon Revoi.in

ઘરની આ દિશામાં લગાવો ફોટો ફ્રેમ,નકારાત્મકતા ઘરથી દૂર થઈ જશે

Social Share

ઘરને સજાવવા માટે લોકો ફોટો ફ્રેમ, પ્લાન્ટ્સ, શોપીસ, ફૂલદાની જેવી વસ્તુઓ રાખે છે.પરંતુ વાસ્તુશાસ્ત્રમાં આ વસ્તુઓ રાખવાની સાચી દિશા જણાવવામાં આવી છે.આ વસ્તુઓને યોગ્ય દિશામાં ન રાખવાથી પણ ઘરમાં વાસ્તુ દોષ બની શકે છે.આ વસ્તુઓને યોગ્ય દિશામાં રાખવાથી તમારા ઘરમાં સકારાત્મકતા આવે છે.ઘણા લોકો ઘરમાં ફેમિલી ફોટો અને ફૂલદાની લગાવે છે, પરંતુ ફૂલદાની અને ફેમિલી ફોટો મૂકવા માટે પણ યોગ્ય દિશા આપવામાં આવી છે, તો ચાલો જાણીએ તેના વિશે…

ફોટો ફ્રેમની સાચી દિશા

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં પરિવારના સભ્યોની તસવીર ઘરમાં સુખ-શાંતિ લાવી શકે છે. પરંતુ ખોટી દિશામાં લગાવેલા આ તસવીરને કારણે ઘરમાં વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થઈ શકે છે.તમે ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં પરિવારની તસવીર લગાવી શકો છો.તેનાથી પરિવારના સભ્યોનો પ્રેમ વધે છે. તેની સાથે જ ઘરમાં ખુશીઓ પણ આવે છે.

ફૂલદાની

ઘણા લોકોએ ઘરમાં ફ્લાવર પોટ લગાવ્યા હોય છે.ફૂલદાની લગાવવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષો અને છોડને પણ ખૂબ જ મહત્વપૂર્ણ કહેવામાં આવ્યું છે. તમે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ફૂલદાની રાખી શકો છો.આ દિશામાં ફૂલદાની રાખવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ આવે છે.

અરીસાની યોગ્ય દિશા

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અરીસો લગાવવા માટે પણ યોગ્ય દિશા આપવામાં આવી છે.તમે ઘરની પૂર્વી અથવા ઉત્તરી દિવાલ પર અરીસો લગાવી શકો છો.એવું માનવામાં આવે છે કે આ દિશામાં અરીસો લગાવવાથી આવક વધે છે.આ સિવાય ઘરના મુખ્ય દરવાજા પર કાચ કે તેનાથી બનેલી કોઈપણ વસ્તુ ક્યારેય ન રાખવી જોઈએ.

બાથરૂમની સાચી દિશા

બાથરૂમ ક્યારેય દક્ષિણ દિશામાં ન બનાવવું જોઈએ.યમ આ દિશાના સ્વામી છે.એટલા માટે અહીં ભૂલથી પણ શૌચાલય ન બનાવવું જોઈએ.