મોબાઈલનો ઉપયોગ આંખોને નુકસાન પહોંચાડે છે. જેના લીધે આંખોની રોશની નબળી પડી જાય છે અને આઈ પ્રેશર વધવા લાગે છે. આજકાલ નાના બાળકો જાડા ચશ્મા પહેરે છે. જો તમને પણ આવી જ સમસ્યા હોય તો તમે ઘરેલુ ઉપાય અજમાવી શકો છો. તમારે સવારે તમારી આંખોમાં શેરડીના પાન પર ઝાકળના ટીપાં નાખવાના છે.
આંખની આ સમસ્યાઓની સારવાર
રિસર્ચ અનુસાર, શેરડીના લાંબા પાંદડા પર જામેલા ઝાંકળના ટીપાંનો ઉપયોગ કરીને કમજોર નજર, મોતિયા, કંજંક્ટિવાઈટિસ, આંખમાં જલન અને આંખનો દુખાવો મટાડી શકાય છે.
ઉધરસ મટાડવા માટે દેશી ઉપાય
ઈન્ફેક્શનનું કારણ ગંભીર ઉધરસનું હોઈ શકે છે. ઈલાજ માટે મલેશિયામાં શેરડીના મૂળનો ઉકાળો પીવામાં આવે છે. તેનાથી ઉધરસ મટે છે અને રાહત મળે છે.
શરીરની ગરમી ઘટાડવાની રીત
આ સિઝનમાં શરીરની ગરમી વધવી એક સામાન્ય સમસ્યા છે. તેને ઘટાડવા માટે શેરડીના રસમાંથી બનાવેલી સુગર કેન્ડી દહીં સાથે ખાવાથી આરામ મળે છે.
માથાનો દુખાવો દૂર થઈ જશે
વારંવાર માથાનો દુખાવો થતો હોય તો શેરડીનો ઉપયોગ કરી શકો છો. શેરડીના રસમાંથી બનાવેલ 10 ગ્રામ ગોળ, 5 ગ્રામ ઘી અને તલને દૂધમાં ઉકાળીને કપાળ પર લગાવવાથી આરામ મળે છે.
ખોરાક પચાવવાની રીત
નબળા પાચનને કારણે ખોરાક પચવામાં તકલીફ થાય છે. જેના કારણે જમ્યા પછી ગેસ, એસિડિટી અને અપચો થઈ શકે છે. તેની સારવાર માટે જમ્યા પછી શેરડીનો રસ સરકો અને પાણીમાં ભેળવીને પીવો.