પીવી સિંધુએ સિંગાપોર ઓપનમાં ચીનની બેડમિન્ટન ખેલાડીને હરાવીને ટાઈટલ જીત્યું
- બેડમિન્ટનમાં ફરી કર્યું ભારતનું નામ રોશન
- પીવી સિંધુએ ચીની ખેલાડીને હરાવી
- પહેલીવાર જીત્યો સિંગાપોર ઓપનનો ખિતાબ
મુંબઈ:ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સિંગાપોર ઓપનના ફાઈનલમાંચીની ખેલાડીને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો છે. પીવી સિંધુએ ત્રણ સેટ સુધી ચાલેલી ફાઈનલ મેચમાં ચીનની વાંગ જી યીને 21-9, 11-21, 21-15થી માત આપી. આ વર્ષે સિંધુનું આ ચોથું ટાઈટલ છે.
અગાઉ તે સૈયદ મોદી ઇન્ટરનેશનલ અને સ્વિસ ઓપનમાં બે સુપર 300 ટાઇટલ જીતી ચૂકી છે. આ પહેલા બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ સેમીફાઈનલમાં જાપાનની ગેર વરીય સાઈના કાવાકામીને સીધી ગેમમાં હરાવી હતી. સિંધુએ આસાનીથી 21-15, 21-7ના અંતરથી સેમિફાઇનલ જીતી લીધી હતી.
સિંધુ માટે વિશ્વમાં નંબર 11 ક્રમાંકિત વાંગ જી યીને હરાવવું સરળ નહોતું. ત્રણ ગેમ સુધી ચાલેલી મેચમાં સિંધુએ જીત સાથે શરૂઆત કરી હતી.તેણે પ્રથમ ગેમમાં ચીનના ખેલાડી વાંગને 21-9થી હરાવી હતી. ત્યારબાદ વાંગે પુનરાગમન કર્યું અને બીજી ગેમ 21-11થી જીતીને મેચ બરાબરી કરી લીધી.