દિલ્હી – થોડા સમય પેહલા કતારે 8 ભારતીયો ને મોતની સજા સંભળાવી હતી ત્યાર બાદ ભારતે આ સજા સામે પોતાની દલીલ રજૂ કરી ને આમ ના કરવાની અપીલ પણ કરી હતી ત્યારે હવે ભારતની આ અપીલ કતારે સ્વીકારી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કતારની એક અદાલતે કથિત જાસૂસી કેસમાં ગયા મહિને સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને આપવામાં આવેલી મૃત્યુદંડની સજા સામે ભારતની અપીલ સ્વીકારી લીધી છે. કતારની કોર્ટ અપીલની તપાસ કર્યા બાદ સુનાવણીની તારીખ નક્કી કરશે.
કતારની ‘કોર્ટ ઑફ ફર્સ્ટ ઇન્સ્ટન્સ’એ 26 ઑક્ટોબરે આઠ ભારતીયોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. ભારતે આ નિર્ણયને ચોંકાવનારો ગણાવ્યો હતો અને આ મામલે તમામ કાયદાકીય વિકલ્પો શોધવાની વાત કરી હતી. થોડા દિવસો બાદ ફાંસીની સજા સામે અપીલ દાખલ કરવામાં આવી હતી.
આ બાબત ને લઈને બાગચીએ કહ્યું, “આ મામલો હાલમાં ત્યાં કાનૂની પ્રક્રિયામાં છે. અમે કહ્યું તેમ, કતારની અપીલ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે. અમે આ બાબતે કતારના સત્તાવાળાઓ સાથે પણ સંપર્કમાં છીએ અને અમે તેમને જાણ કરી રહ્યા છીએ.
આ સાથે જ ભારતીયો પરના આરોપો જાહેર કરવામાં આવ્યા ન હતા ખાનગી કંપની અલ દહરામાં કામ કરતા ભારતીય નાગરિકોની ગયા વર્ષે ઓગસ્ટમાં કથિત જાસૂસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. કતારી સત્તાવાળાઓ કે નવી દિલ્હીએ ભારતીય નાગરિકો સામેના આરોપો જાહેર કર્યા નથી.
કતાર કોર્ટના નિર્ણય પર તેની પ્રતિક્રિયામાં, વિદેશ મંત્રાલયએ ગયા મહિને કહ્યું હતું કે તે આ કેસને ‘ઉચ્ચ મહત્વ’ આપી રહ્યું છે અને તમામ કાયદાકીય વિકલ્પોની શોધ કરી રહ્યું છે. ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ અધિકારીઓ સામે 25 માર્ચે આરોપો દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની સામે કતારના કાયદા હેઠળ કેસ ચલાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2022 માં ધરપકડ કરાયેલ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના અધિકારીઓ પૂર્ણેન્દુ તિવારી, સુગુણાકર પાકલા, અમિત નાગપાલ, સંજીવ ગુપ્તા, નવતેજ સિંહ ગિલ, બિરેન્દ્ર કુમાર વર્મા, સૌરભ વશિષ્ઠ અને રાગેશ ગોપકુમાર નો સમાવેશ થાઈ છે.