દિલ્હીઃ- QS દ્વારા 2024 વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં એશિયાની યાદી જારી કરવામાં આવી ચૂકી છે. આઈઆઈટી દિલ્હી અને આઈઆઈટી બોમ્બે સહિત ઉચ્ચ શિક્ષણના મામલે ભારતે ચીનને પાછળ છોડી દીધું છે.
QS યુનિવર્સિટી રેન્કિંગની ટોચની એશિયા યુનિવર્સિટી રેન્કિંગમાં ભારતની 148 યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કુલ 856 યુનિવર્સિટીઓ સૂચિબદ્ધ છે. ચીન 133 યુનિવર્સિટી સાથે બીજા ક્રમે અને જાપાન 96 યુનિવર્સિટી સાથે ત્રીજા સ્થાને છે.
આ સહીત IIT દિલ્હી અને IIT બોમ્બે આ રેન્કિંગના ટોપ 50માં સામેલ છે, જ્યારે એવી 5 સંસ્થાઓ પણ છે જે ટોપ 100માં સામેલ છે. બુધવારે જાહેર કરાયેલા આ રેન્કિંગમાં 856 યુનિવર્સિટીઓ અને 25 દેશોનો સમાવેશ થાય છે.
જો આ મામલાની કામગીરીની વાત કરીએ તો, ભારતની 21 યુનિવર્સિટીઓ દર વર્ષે સતત સુધારો કરી રહી છે. આ યાદીમાં 15 અને 37 નવી એન્ટ્રીઓમાં કોઈ ફેરફાર થયો નથી. જો આપણે ભારતની નવી એન્ટ્રીઓની સંખ્યા પર નજર કરીએ તો, ભારતમાં સૌથી વધુ સંખ્યા છે, ચીનની માત્ર 7 યુનિવર્સિટીઓ નવી એન્ટ્રીઓ છે.
QS રેન્કિંગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બેનના જણાવ્યા અનુસાર, QSમાં ભારતીય યુનિવર્સિટીઓની વધતી જતી ભાગીદારી સૂચવે છે કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ પ્રણાલી સતત વિસ્તરી રહી છે. આ ઉપરાંત, ભારતીય સંસ્થાઓનું સંશોધન યોગદાન પણ તેમના વિકાસમાં ખૂબ મહત્વનું છે, આ દર્શાવે છે કે આ સંસ્થાઓ વૈશ્વિક સમુદાયની બરાબરી પર ઉભી છે.
એટલે કે QS એ કુલ 856 યુનિવર્સિટીઓમાંથી આ યુનિવર્સિટીઓને પસંદ કરી છે. ભારતમાં આ યાદીમાં IIT બોમ્બે 40માં સ્થાને ટોચ પર છે, ત્યારબાદ IIT-દિલ્હી 46માં અને IIT-મદ્રાસ 53માં સ્થાને છે. જેમાં 30 વધુ કોલેજોને રેન્કિંગ સૂચિમાં સામેલ કરવામાં આવી છે કારણ કે ભારતમાં 2023માં 118 યુનિવર્સિટીઓ હતી અને 2024માં 148 યુનિવર્સિટીઓ હતી. આ બધું દર્શાવે છે કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં યોગ્ય દિશામાં સતત ફેરફારો થઈ રહ્યા છે.