ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગઃ- વિશ્વની ઉચ્ચ 200 શિક્ષણ સંસ્થાઓમાં દિલ્હી IIT,મુંબઈ IIT સહીત દેશની કેટલીક સંસ્થાઓનો સમાવેશ
- આઈઆઈટી દિલ્હી વિશ્વની ટોપ 200માં
- યુનિવર્સિટી રૈકિંગ મામલે દિલ્લી આઈઆઈટીએ બાજી મારી
- મુંબઈ આઈઆઈટી પણ આ લીસ્ટમાં સામેલ
દિલ્હીઃ- વિશ્વની યૂનિવર્સિટીઓના રૈકિંગ રજુ કરવામાં આવ્યો છે, જેમાં ભારતની ઉચ્ચ શુક્ષણ સંસ્થાનો ટોપ 200માં સમાવેશ થવા પામ્યો છે,જે ભારત માટે ગૌરવની વાત છે કે આ ઉચ્ચ 200ની યાદીમાં આઈઆઈટી દિલ્હી સહીત ત્રણ ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થા સમાવેશ પામી છે.
લંડનમાં મોડી રાત્રે જારી કરવામાં આવેલા ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ -2022 માં આઈઆઈટી મુંબઈને 177 મા, આઈઆઈટી દિલ્હીને 185 મા અને આઈઆઈએસસી બેંગ્લોરને 186 મા ક્રમે આવ્યા છે. આઈઆઈટી મુંબઈ સતત ચોથી વખત 200 ની યાદીમાં ઉચ્ચ સ્થાન મેળવ્યું છે, આ લીસ્ટમાં પ્રથમ સ્થાને એમઆઈટી જોવા મળ્યું છે, તો ઓફ્સફઓર્ડ યૂનિવર્સિટીને બીજુ સ્થાન અને સ્ટેનફઓર્ડને ત્રીજુ સ્થાન મળ્યું છે.
ક્યૂએસના સંશોધન નિયામક બેન સોટરે જણાવ્યું હતું કે, ભારતીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સંશોધનમાં સારું પ્રદર્શન કરતી જોવા મળે છે. જો કે, કેટલીક સંસ્થાઓ હજુ પણ શિક્ષકોની અછત સાથે ઝઝૂમી રહી છે. આમ હોવા છતાં, ભારતીય સંસ્થાઓ નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી રહી છે. આ વર્ષે 35 ભારતીય સંસ્થાઓને રેન્કિંગમાં સ્થાન મળ્યું છે.
આઈઆઈટી દિલ્હીના પ્રદર્શમાં ઘણો સુધાર જોવા મળ્યો છે, તો બીજી તકફ મુંબઈ આઈઆઈટી અને આઈઆઈએસસી બેંગલુરુ પાછલા વર્ષના રેન્કિંગની સરખામણીમાં હમણા પછડાયેલું જોવા મળે છે,500 સંસ્થાઓની યાદીમાં, સાત સંસ્થાઓની રેન્કિંગમાં સુધારો થયો છે, સાત સંસ્થાઓમાં ઘટાડો થયો છે અને 14 ની રેન્કિંગમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.
આઈઆઈટી દિલ્હીને બીજુ સૌથી શ્રેષ્ઠ સંસ્થાનો ખિતાબ મળ્યો છે,તો બીજી તરફ જેએનયૂ પ્રથમ વખત આ યાદીમાં સમાવેશ પામ્યું છે,આ સાથે જ હૈદરાબાદ આઈઆઈટી પણ આ લીસ્ટમાં સામેલ છે.આ સિવાય સાત નવી સંસ્થાઓએ તેમાં સ્થાન મેળવ્યું છે. રેન્કિંગમાં વિશ્વભરની 1300 યુનિવર્સિટીઓ અને સંસ્થાઓએ ભાગ લીધો હતો.આ રેન્કિંગમાં શિક્ષણની ગુણવત્તા, શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર, સંશોધન, પ્રકાશિત થયેલા કાગળો વગેરેની ચકાસણી કરવામાં આવે છે.
આ ઉપરાંત જામિયા મિલિયા ઇસ્લામીયા, ઓ.પી. જિંદલ યુનિવર્સિટી, જામિયા હમદર્દ, બીએચયુ, એએમયુ, પંજાબ યુનિવર્સિટી, એમિટી યુનિવર્સિટી, શિક્ષણ અને સંશોધન, આઈઆઈઆઈટી અલ્હાબાદ વગેરે સંસ્થાઓના નામ રેન્કિંગમાં શામેલ છે.