Site icon Revoi.in

ક્વોડના દેશો માટે ભારતનું સમર્થન જરૂરીઃ જાપાનના પૂર્વ પીએમ

Social Share

નવી દિલ્હીઃ  ભારતને છોડીને સ્વોડના તમામ દેશ અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ યુક્રેન ઉપર રશિયાની સૈન્ય કાર્યવાહીનો વિરોધ કર્યો હતો અને રશિયા સામે અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યાં છે. પરંતુ રશિયા-યુદ્ધ પર ભારત તટસ્થ રહ્યું છે અને બંને દેશોને શાંતિ જાળવીને વાતચીતથી ઉકેલ લાવવા અપીલ કરી છે. અમેરિકા સતત ભારત ઉપર દબાણ કરી રહ્યું કે, રશિયાની ટીપ્પણી કરે. દરમિયાન ક્વોડ સભ્ય જાપાનના પૂર્વ વડાપ્રધાન યોશીહિદે સુગાએ રશિયા હુમલાને લઈને ભારતના કામગીરી મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું હતું કે, રશિયાની નિંદા નહીં કરવાની ભારતની અનિચ્છા છતા પણ ક્વોડ દેશ અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ ભારતને સાથે રાખવા પ્રયાસ કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, ચારેય દેશો સ્વોડની સુરક્ષા જરૂરી છે. સ્વતંત્ર અને ખુલ્લા હિન્દ પ્રશાંતની શાંતિ અને સુરક્ષા માટે ચારેય દેશો સાથે રહેવા અતિજરૂરી છે. જાપાન ભારતને તમામ પ્રકારના સંદેશ મોકલવાની કોશિશ કરી રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, ભારત શરૂથી જ ક્વોડના ઈંડો-પેસિફિક માટે પ્રમુખ મંચ તરીકે આગળ વધવા માંગતુ ન હતું. પરંતુ જાપાનની દ્રષ્ટ્રીએ ભારતને સ્કોવડમાં સામેલ કરવા ખુબ જરૂરી હતું. જેથી અનેક પ્રયાસોને અંતે ભારતને સામેલ કરવામાં આવ્યું છે. ચીન સાથે ભારતના સંબંધ તણાવ ભર્યાં છે. જ્યારે રશિયાને મહત્વપૂર્ણ દેશ માને છે. જો આપણે જાપાના હિતોની વાત કરીએ તો ક્વોડમાં ભારત જરૂરી છે.