Site icon Revoi.in

ટોક્યોમાં ક્વાડ મીટિંગ શરૂ,દ્વિપક્ષીય સંબંધો પર થશે વાતચીત

Social Share

દિલ્હી:ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના ગ્રુપ ઓફ ક્વોડના નેતાઓની બેઠક શરૂ થઈ. ચારેય દેશોના નેતાઓ સ્થળ પર પહોંચી ગયા છે. પીએમ મોદીનું સ્થળ પર આગમન સમયે જાપાનના પીએમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ટોક્યો મુલાકાતના બીજા અને અંતિમ દિવસે મંગળવારે બે વર્ષમાં પ્રથમ વખત ક્વાડ સમિટમાં રૂબરૂ હાજરી આપી રહ્યા છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ ક્વાડ સમિટના સ્થળ પર પહોંચી ગયા છે.જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદાએ તેમનું સ્વાગત કર્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુએસ પ્રમુખ જો બાઈડેન, ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ અને જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા ક્વોડ લીડર્સ સમિટ માટે સ્થળ પર પહોંચ્યા હતા.

ક્વાડ સમિટનો ઉદ્દેશ્ય સભ્ય દેશો – યુએસ, ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન વચ્ચે સહકારને વધુ મજબૂત કરવાનો અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિકાસ અંગે ચર્ચા કરવાનો છે.મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી સવારે 11 વાગ્યે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે મુલાકાત કરશે.