ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ આર માધવનની ફિલ્મ રોકેટ્રી,જાણો ક્યાં જોઈ શકશો ફિલ્મ
- ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ફિલ્મ રોકેટ્રી
- જાણો ક્યાં જોઈ શકશો ફિલ્મ
મુંબઈ:બોલિવૂડ ફિલ્મ અભિનેતા આર.માધવનની ફિલ્મ ‘ રોકેટ્રી :ધ નંબી ઈફેક્ટ’એ દર્શકો પર ઊંડી અસર છોડી છે. ફિલ્મે ધીરે ધીરે ગતિ પકડી અને લોકોને ખૂબ પસંદ આવી.ફિલ્મ રોકેટ્રી 2 જુલાઈના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ હતી.રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મનું બજેટ 20 કરોડ જણાવવામાં આવી રહ્યું છે.ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણનના જીવન પર આધારિત આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ છે.આવો જાણીએ આ ફિલ્મ ક્યારે અને ક્યાં જોવા મળશે.
નિર્માતાઓએ ત્રણ અઠવાડિયાથી વધુ સમય બાદ ફિલ્મ ‘ રોકેટ્રી: ધ નંબી ઈફેક્ટ’ને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરી છે.આ ફિલ્મને 26 જુલાઈ મંગળવારના રોજ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ કરવામાં આવી છે.એમેઝોન પ્રાઈમે પોતે તેના સોશિયલ મીડિયા પર આ વિશેની માહિતી શેર કરી છે.જોકે,આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થશે કે કેમ.આ અંગે હાલ સ્પષ્ટતા નથી.કારણ કે ફિલ્મના પોસ્ટરમાં માત્ર તમિલ, કન્નડ, તેલુગુ અને મલયાલમ ભાષાઓ જ લખવામાં આવી છે. જો કે, તમે આ ફિલ્મને આજે OTT પ્લેટફોર્મ પર જોઈ શકશો.
‘રોકેટ્રી:ધ નંબી ઈફેક્ટ’ ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણનની વાર્તા પર આધારિત છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે નંબી નારાયણનને જાસૂસીના ખોટા કેસમાં ફસાવવામાં આવે છે, તેની ધરપકડ કરવામાં આવે છે અને તેને ભારે ત્રાસ આપવામાં આવે છે. આ ફિલ્મની વાર્તાને બે ભાગમાં વહેંચવામાં આવી છે.પહેલા હાફમાં જ્યાં ઈસરોના વૈજ્ઞાનિક નંબી નારાયણનની સિદ્ધિઓ જણાવવામાં આવી છે.તો સાથે સાથે સેકન્ડ હાફમાં તેની સાથે થયેલા અન્યાયની કહાની પણ દર્શાવવામાં આવી છે.