Site icon Revoi.in

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓનો ઉપદ્રવઃ 50 હિન્દુઓના ઘર અને મંદિરમાં કરી તોડફોડ

Social Share

દિલ્હીઃ ભારતના પડોશી દેશ પાકિસ્તાનમાં અવાર-નવાર કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતી કોમ ઉપર અત્યાચાર ગુજારવાના બનાવો સામે આવે છે. હવે કેટલાક વર્ષોથી બાંગ્લાદેશમાં પણ લઘુમતી હિન્દુઓ ઉપર કટ્ટરપંથીઓના અત્યાચારના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ખુલના જિલ્લામાં કટ્ટરપંથીઓએ 50થી વધારે હિન્દુઓના ઘરને નિશાન બનાવીને તોડફોડ કરી હતી. એટલું જ નહીં ચાર મંદિરમાં પણ તોડફોડ કરીને ભયનો માહોલ ઉભો કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ખુલના જિલ્લામાં હિન્દુઓનું જુલુસ નિકળ્યું હતું. સિયાલી ગામમાં સ્થાનિક મસ્જિદના એક મોલવીએ આ જુલુસનો વિરોધ કર્યો હતો. જેથી કટ્ટરપંથીઓ મોટી સંખ્યામાં એકત્ર થયાં હતા. તેમજ હિન્દુઓના ઘર ઉપર હુમલો કર્યો હતો. એટલું જ નહીં આસપાસના ગામના એકત્ર થયેલા મુસ્લિમોએ કુહાડી સહિતના મારક હથિયારો સાથે ઘસી જઈને હિન્દુઓ ઉપર હુમલો કર્યો હતો. જેમાં કેટલાક હિન્દુઓ ઘાયલ થયાં હોવાનું જાણ વા મળે છે. કટ્ટરપંથીઓએ 50થી વધારે મકાનો ઉપર હુમલો કરીને લૂટફાટ ચલાવી હતી. એટલું જ નહીં ચાર મંદિરોમાં તોડફોડ કરી હતી. આ બનાવને પગલે અહીં વસવાટ કરતા હિન્દુઓમાં ભય ફેલાયો છે. બીજી તરફ પોલીસે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસે કેટલાંય હિન્દુ મંદિરો, ઘરો અને દુકાનોમાં તોડફોડના સંબંધમાં નોંધાયેલ મામલામાં અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરી છે. આ બનાવને પગલે બાંગ્લાદેશમાં વસવાટ કરતા લઘુમતી સમુદાયમાં ભય ફેલાયો છે.

સ્થાનિક સમુદાયના નેતાઓનું કહેવું છે કે વિસ્તારમાં પહેલી વખત કોઇ સાંપ્રદાયિક હિંસાના બની છે. પોલીસના મતે ગામના હિન્દુ સમુદાયની 6 દુકાનો અને મકાનમાં પણ તોડફોડ થઈ છે. આ બનાવના ઘેરા પડઘા પડ્યાં છે. ભારતમાં હિન્દુ સંગઠનોમાં આ ઘટનાને પગલે નારાજગી ફેલાઈ છે. તેમજ કટ્ટરપંથીઓ સામે કાર્યવાહીની માંગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાંગ્લાદેશ ગયા હતા ત્યારે પણ કેટલાક કટ્ટરપંથીઓએ તેનો વિરોધ કર્યો હતો.