કટ્ટરપંથીઓ બન્યાં બેફામઃ નુપુર શર્માને સમર્થન મુદ્દે ઉદેયપુરની જેમ મહારાષ્ટ્રમાં વેપારીની હત્યા
મુંબઈઃ મહારાષ્ટ્રમાં એક વેપારીની કટ્ટરપંથીઓએ ઘાતકી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાના એક અઠવાડિયા પહેલા 54 વર્ષીય કેમિસ્ટ ઉમેશ પ્રહલાદરાવ કોલ્હેની 21 જૂનના રોજ નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા પર મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં હત્યા કરી કરાઈ હતી. સમગ્ર પ્રકરણમાં ઈન્ટરનેશનલ કનેક્શન હોવાનું મનાઈ રહ્યું છે. એનઆઈએ અને એટીએસની ટીમ પણ તપાસમાં જોડાઈ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર કોલ્હેની કથિત રીતે નૂપુર શર્માના સમર્થનમાં કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટના કારણે તેમની હત્યા કરાઈ હતી. ઉમેશ કોલ્હેના પુત્ર સંકેત કોહલીની ફરિયાદ બાદ અમરાવતીના સિટી કોતવાલી પોલીસ સ્ટેશનની પ્રાથમિક તપાસમાં 23 જૂને 2 વ્યક્તિઓ મુદસ્સીર અહેમદ અને 25 વર્ષીય શાહરૂખ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી. તેઓની પૂછપરછ દરમિયાન વધુ ચાર લોકોની સંડોવણી બહાર આવી હતી. જેમાંથી ત્રણ એટલે કે અબ્દુલ તૌફિક (ઉ.વ. 24), શોએબ ખાન (ઉ.વ. 22) અને અતીબ રાશિદ (ઉ.વ. 22)ની 25 જૂને ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય શમીમ અહેમદ ફરાર છે. આ ઘટના 21 જૂનના રોજ રાત્રે 10:00 થી 10:30ની વચ્ચે બની હતી જ્યારે ઉમેશ કોલ્હે પોતાની દુકાન અમિત મેડિકલ સ્ટોર બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા.
વેપારીની હત્યા ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ ઉપર એટીએસ તથા એનઆઈએ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.
(Photo-File)