Site icon Revoi.in

ફ્રાંસ પાસેથી વધુ 36 રફાલ યુદ્ધવિમાન ભારત ખરીદે તેવી શક્યતા, સોદા પર ચાલી રહી છે વિચારણા

Social Share

વાયુસેનાને શક્તિશાળી બનાવવાના ઉદેશ્યથી ભારત સરકાર વધુ એક મોટો સોદો કરવાની તૈયારીમાં છે. ફ્રાંસમાંથી 36 રફાલ યુદ્ધવિમાન ખરીદવાનો સોદો પહેલા જ થઈ ચુક્યો છે અને 8 ઓક્ટોબરે તેની પહેલી ખેપ ભારતને મળશે. પરંતુ તેની સાથે ભારત સરકાર વધુ 36 રફાલ યુદ્ધવિમાન ખરીદવાની તૈયારીમાં છે. તેનાથી ભારતીય વાયુસેનામાં રફાલ યુદ્ધવિમાનોની સંખ્યા 72 થઈ જશે.

હાલમાં ફ્રાંસની કંપની દસોલ્ટ એવિએશને ભારતને તેનું પહેલું રફાલ યુદ્ધવિમાન સોંપ્યું છે. જો કે 8 ઓક્ટોબરે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સત્તાવાર રીતે તેને રિસીવ કરશે.

ન્યૂઝ એજન્સી આઈએએનએસ પ્રમાણે, ભારત સરકાર ફ્રાંસ સાથે વધુ 36 રફાલ યુદ્ધવિમાન લેવાની વિચારણા કરી રહી છે. ભારતીય ડિફેન્સ રિસર્ચ વિંગના એક રિપોર્ટ પ્રમામે, આ નવા ઓર્ડર પર 2020ની શરૂઆત સુધી નિર્ણય થઈ જશે.

રફાલ યુદ્ધવિમાનને લઈ ભારતમાં ઘણો વિવાદ થઈ રહ્યો છે, પરંતુ તેમ છતાં ભારત સરકારે આ સોદા પર પીછેહઠ કરી નથી. 36 રફાલ યુદ્ધવિમાનોના ભારત આવવાની પ્રક્રિયા ચાલુ છે. તાજેતરમાં જ્યારે ભારતે પાકિસ્તાનના બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી, ત્યારે આ યુદ્ધવિમાનની જરૂરત પડી હતી. તેના પછી ઝડપથી આના સંદર્ભે કામગીરી શરૂ કરી દેવાઈ હતી.

ભારતના પહેલા સોદા પ્રમાણે, જે 36 યુદ્ધવિમાનો આવી રહ્યા છે, તે 2022 સુધી ભારતમાં પહોંચશે. વાયુસેનાની યોજના છે કે રફાલના એક-એક સ્ક્વોર્ડન (18 યુદ્ધવિમાન)ને અંબાલા અને હાશિમારામાં તેનાત કરવામાં આવશે. જેનાથી પાકિસ્તાન અને ચીનને ધ્યાનમાં રાખીને હવાઈ સુરક્ષા મજબૂત કરી શકાશે.

મહત્વપૂર્ણ છે કે ડિફેન્સ ક્ષેત્રમાં ભારત મોટું માર્કેટ છે. ભારતમાં ભલે મેક ઈન ઈન્ડિયા હેઠળ ઘણાં હથિયાર અને યુદ્ધવિમાન બની રહ્યા છે. પરંતુ તેમ છતાં પણ ઘણાં યુદ્ધવિમાન ઈમ્પોર્ટ કરાઈ રહ્યા છે. દુનિયાના ઘણાં દેશ ભારતને આના માટે રિઝવવાની કોશિશો કરી રહ્યા છે. પછી ચાહે તે અમેરિકા હોય, રશિયા હોય અથવા તો પછી કોઈ અન્ય દેશ હોય. જો કે હજી ભારતનો ફોકસ રફાલ યુદ્ધવિમાન ખરીદવા પર જ છે.