પૂર્વાંચલ એક્સપ્રેસમાં ફરી ફાઈટર જેટ મિરાજે ભરી હુંકાર – વાયુસેનાએ ઇમરજન્સી કવાયતના ભાગરૂપે હાથ ઘર્યો અભ્યાસ
- વાયસેનાએ ઈમરજન્સી માટે હાથ ઘર્યું પરિક્ષણ
- પુર્વાંચલ એક્સપ્રેસ પર વાયુસેનાએ દેખાડી કરતબ
લખનૌઃ- આજે રોજ ફરી વાયુસેનાના મિરાજ વિમાન હુંકાર ભરતા જોવા મળ્યા હતા પ્રાપ્ત વિગત પ્રમાણે યુપીના સુલતાનપુરમાં વાયુસેનાના ઘણા ફાઈટર જેેટે ઇમરજન્સી કવાયતના ભાગરૂપે આ અભ્યાસ કર્યો હતો. ભારતીય વાયુસેનાના ફાઇટર એરક્રાફ્ટ પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર ઉતર્યા હતા અને ફરી એક વાર આ વિમાને તેની કરતબ દેખાડી સૌ કોઈને આશ્ચર્યચક્તિ કર્યા હતા.
જાણકારી અનુસાર વાયુસેના દ્રારા નિયમિત તાલીમના ભાગરૂપે અને નાગરિક અને લશ્કરી અધિકારીઓ વચ્ચે સંકલન વધારવાની દિશામાં, પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એરક્રાફ્ટ ઓપરેશન કરવામાં આવે છે આ અભ્યાસ પણ તેનો એક ભાગ છે.
વધુ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે પૂર્વાંચલ એક્સપ્રેસ વેની એરસ્ટ્રીપ પર ત્રણ મિરાજ ફાઈટર જેટને લેન્ડ કરીને ઈમરજન્સી કવાયત હાથ ધરવામાં આવી હતી. આ માચટેની સંપૂર્ણ તૈયારીઓ અગાઉથી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે વાયુસેનાના વિમાનોની પ્રેક્ટિસ માટે 11 જૂનથી અહીં આ હાઈવેનું સમારકામનું કામ ચાલી રહ્યું હતું, ત્યારબાદ આજે અહીં કટોકટીની કવાયત તરીકે ત્રણ ફાઇટર પ્લેનને એરસ્ટ્રીપ પર ઉતારવામાં આવ્યા હતા.
આ સહીત કાર્યક્રમને ધ્યાનમાં રાખીને એક્સપ્રેસ વે પરનો 14 કિલોમીટરનો માર્ગ પણ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.IAF યુદ્ધ વિમાનો 3.2 કિમી લાંબી એરસ્ટ્રીપ પર રનવે પર નીચે ઉતર્યા અને ફરીથી પણ ઉડાન ભરી આ દરમિયાન, પૂર્વાંચલ એક્સપ્રેસના પસાર થતા વાહનોને સુલતાનપુર જિલ્લાની આસપાસના પાંચ કિલોમીટરના હવાઈપટ્ટીના વિસ્તારમાં વાળવામાં આવ્યા હતા.
આથી વિશે। આ રિહર્સલ દરમિયાન યુપીડીએના અધિકારીઓ તેમજ સુલતાનપુરના ડીએમ એસપી તમામ મોનીટરીંગ કરતા જોવા મળ્યા હતા. આ સાથે એરસ્ટ્રીપ પર ફાઈટર પ્લેન લેન્ડ થવાના કારણે સુરક્ષા માટે પણ ઝીણવટભરી વ્યવસ્થા પણ ખાસ કરાઈ હતી.