Site icon Revoi.in

કેજરીવાલની ધરપકડ વચ્ચે બ્રિટિશ સાંસદ પ્રીતિ ગિલ સાથે રાઘવ ચઢ્ઢાએ કરી મુલાકાત, ભાજપે ઉઠાવ્યા સવાલ

Social Share

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર ચાલી રહેલા રાજકીય વિવાદની વચ્ચે ભાજપે સવાલ કર્યો છે કે કેજરીવાલના ભૂરી આંખોવાળા છોકરા રાઘવ ચઢ્ઢા હજીપણ બ્રિટનમાં કેમ છે અને તેમણે બ્રિટિશ લેબર સાંસદ પ્રીત ગિલ સાથે મુલાકાત કેમ કરી, જે ખુલ્લેઆમ કાશ્મીરમાં ભાગલાવાદની તરફદારી કરે છે. મહત્વપૂર્ણ છે કે 51 વર્ષીય પ્રીત ગિલ બ્રિટનના પહેલા શીખ મહિલા સાંસદ છે. તેમનું આખું નામ પ્રીત કૌર શેરગિલ છે.

તાજેતરમાં બ્રિટિશ સંસદના નીચલા ગૃહમાં સાંસદ પ્રીતે બ્રિટનમાં રહેતા શીખોનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે ભારતીય એજન્ટ્સનો ટાર્ગેટ બ્રિટનમાં વસતા શીખ છે. બ્રિટનમાં રહેતા ઘણાં શીખ તેના હિટલિસ્ટમાં છે.

દારૂ નીતિના મામલામાં ધરપકડના બે દિવસ બાદ કેજરીવાલે દિલ્હીના લોકો માટે એક સંદેશ જાહેર કર્યો છે, તેને તેમની પત્ની સુનીતા કેજરીવાલે વાંચ્યો છે.

સુનીતા કેજરીવાલે કહ્યું છે કે ભારતની અંદર અને બહાર ઘણી શક્તિઓ છે, જે દેશને કમજોર કરી રહી છે. આપણે સતર્ક રહેવું પડશે. આ શક્તિઓની ઓળખ કરવી પડશે અને તેને હરાવવી પડશે. દિલ્હીમાં મહિલાઓ વિચારી રહી હશે કે કેજરીવાલ જેલના સળિયા પાછળ છે. શું ખબર તેમને એક હજાર રૂપિયા મળશે કે નહીં. હું તેમને પોતાના ભાઈ, પોતાના પુત્ર પર ભરોસો કરવાની અપીલ કરું છું. એવી કોઈ જેલ નથી જે તેમને લાંબો સમય સુધી જેલના સળિયા પાછળ રાખી શકે. હું જલ્દી બહાર આવીશ અને પોતાનો વાયદો નિભાવીશ.

ભાજપ આઈટી સેલના પ્રમુખ અમિત માલવીયે કહ્યુ છે કે સુનીતા કેજરીવાલ કદાચ એ જણાવવા માંગે છે કે તમે સાંસદ રાઘવ ચઢ્ઢા બ્રિટિશ લેબર સાંસદ પ્રીત ગિલ સાથે શું કરી રહ્યા છે, જે ખુલ્લેઆમ ખાલિસ્તાન ભાગલાવાદની તરફદારી કરે છે. બ્રિટનમાં ખાલિસ્તાન માટે ધન એકઠું કરે છે. લંડનમાં ઈન્ડિયા હાઉસની બહાર વિરોધ પ્રદર્શન, પોતાના સોશયલ મીડિયા એકાઉન્ટ પર સતત ભારત વિરોધી, મોદી વિરોધી અને હિંદુ વિરધી ચીજો પોસ્ટ કરે છે?