ઋતુ અને વાતાવરણની અસર આપણા શરીર પર પડતી હોય છે અને તેમાં પણ આપની ત્વચા તો ખૂબ જ સંવેદનશીલ હોય છે જેથી તેની કાળજી લેવી અત્યંત જરૂરી બની જતી હોય છે. કોઇની ત્વચા સૂકી હોય તો કોઇની તૈલી. જો તૈલી ત્વચા હોય તો ચહેરા પર ચીકાશ આવી જતી હોય છે અને ચહેરો ચિપચીપો લાગે છે. તો વળી શિયાળામાં ત્વચા સુકાઈ કે ફાટી જતી હોય છે. ભેજવાળા વાતાવરણમાં ડ્રાય ત્વચા વધુ સૂકી લાગે છે. ભેજવાળા વાતાવરણમાં ડ્રાય ત્વચાવાળા લોકોની ચહેરાની ચમક ઓસરી જતી હોય છે. આ સમસ્યાના નિવારણ હેતુ રાગીનો ઉપયોગ ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.
• રાગીના ફાયદા
રાગી અને નારિયળ તેલના મિશ્રણ બનાવવાની રીત: આ મિશ્રણ તૈયાર કરવા માટે 1 ચમચો નારિયળનું તેલ, 1 ચમચો રાગીનો પાવડર, થોડી માત્રામાં દુધ અને ½ ચમચી મધ ભેળવી બરાબર હલાવવું. આ મિશ્રણને હલાયા પછી એક પેક તૈયાર થશે જેને અઠવાડિયામાં 2 વાર ઉપયોગ કરીને તમારા ચહેરાની ચમક પાછી લાવી શકો છો તમે જોશો કે થોડા સમય પછી ડ્રાય ત્વચામાં ઘણું બધુ પરિવર્તન આવશે અને ચહેરો પણ ખીલી ઉઠશે.
રાગી ને દૂધ સાથે ભેળવીને પીવાથી પણ થશે ફાયદો: રાગીના પાવડરને 1 મોટા ચમચા દૂધમાં ભેળવી તેમા 2 મોટા ચમચા ચણાનો લોટ ઉમેરી થોડી માત્રમાં હળદર પાવડર મિલાવી રોજ 15 મિનિટ લગાવવાથી સ્કીનમાં ખૂબ ફાયદો જોવા મળે છે.
એલોવેરા અને રાગીનો પાવડર પણ ડ્રાય સ્કીનમાં ફાયદાકારક નીવડે છે: ડ્રાય સ્કીન માટે એલોવેરાનો ઉપયોગ અલગ અલગ રીતે થઈ શકે છે. પોષક તત્વોથી ભરપૂર એલોવેરા ત્વચામાંથી કરચલી દૂર કરવામાં તથા ચહેરાના નિખાર માટે ઉપયોગી છે જેથી એલોવેરામાં રાગીના પાવડરને ભેળવી દરરોજ 10 મિનિટ લગાવીને સાદા પાણીથી મોઢું ધોવાથી ચહેરા પર નિખાર આવે છે.