1. Home
  2. ગુજરાતી
  3. એસ્ટ્રો
  4. સાયન્સ
  5. રાહુએ બદલી ચાલ, 2025 સુધી કઈ રાશિઓ થશે માલામાલ, કોણ કમાશે નાણાં અને સમ્માન?
રાહુએ બદલી ચાલ, 2025 સુધી કઈ રાશિઓ થશે માલામાલ, કોણ કમાશે નાણાં અને સમ્માન?

રાહુએ બદલી ચાલ, 2025 સુધી કઈ રાશિઓ થશે માલામાલ, કોણ કમાશે નાણાં અને સમ્માન?

0
Social Share

નવી દિલ્હી : દૈત્યોના સેનાપતિ રાહુલ જીવનમાં સમસ્યાનું કારણ બને છે. રાહુ એક એવો ગ્રહ છે, જે વિપરિત દિશામાં સક્રિય થઈને તમને લાભ જ લાભ આપવાની ક્ષમતા ધરાવે છે. મહત્વપૂર્ણ છે કે 30 ઓક્ટોબર, 2023ના રોજ રાહુ મેષ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશયા હતા. તેવામાં ગુરુ-ચંડાલ દોષ પણ સમાપ્ત થયો હતો. તેવામાં રાહુનો શુભ યોગ ધીરેધીરે મળવાનો શરૂ થયો હતો. પરંતુ તે સમયે રાહુનું અંશ બળ શૂન્ય હતું. માટે વધારે ફળ આપી શકતા ન હતા. પરંતુ હવે રાહુએ 27 ડિગ્રીની સીમા રેખા પાર કરી લીધી છે. જેમાં હવે રાહુને બળ પ્રદાન થયું છે. તેનાથી હવે રાહુના શુભ પરિણામનો દરેક રાશિના જાતકોને લાભ મળવાનો છે. આવો જાણીએ રાહુની ચાલ બદલવાથી કઈ રાશિઓને ફાયદો મળવાનો છે.

મિથુન રાશિ-

આ રાશિમાં રાહુ દશમ ભાવમાં છે. તે ગોચર ઘણું શુભ માનવામાં આવે છે. આ રાશિના જાતકો અપાર ધનસંપત્તિ પ્રાપ્ત કરી શકે તેમ છે. રાહુલની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. તેનીસાથે જ બિઝનેસમાં અપાર સફળતાની સાથે ઘણો નફો મળવાનો છે. ભાગીદારીમાં કરવામાં આવતા વ્યાપારમાં અપાર સફળતા સાથે ધનલાભ મળી શકે છે. ડૂબેલા નાણાં હવે મળી શકે છે. તેની સાથે જ નવા કામ કરવાની શરૂઆત કરી શકાય છે અને લાભ મળવાના પુરા આસાર છે. લગ્નવાંછુક જાતકોને લગ્ન માટેના પ્રસ્તાવ આવી શકે છે, કારણ કે ગુરુની દ્રષ્ટિ સપ્તમ ભાવ પર પડી રહી છે. તેની સાથે પરિવાર સાથે સારો સમય વિતશે. જીવનમાં સકારાત્મકતા આવશે. કામમાં તમારો લગાવ વધશે, જેનાથી તેમ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો.

 

તુલા રાશિ-

રાહુ સપ્તમ ભાવમાં વિરાજમાન છે. લગ્ન જીવન ઘણું સારું જવાનું છે. રોકાયેલા કામ ફરી એકવાર શરૂ થશે. તેની સાથે જ પાર્ટનરશિપમાં કરવામાં આવેલા કામકાજમાં હવે સફળતા પ્રાપ્ત થશે. તેની સાથે જ ડૂબેલા અથવા ફસાયેલા નાણાં મળશે. તેની સાથે જ આવકના સાધન વધશે. વ્યાપારમાં ખૂબ ધનલાભ થવાના આસાર દેખાય રહ્યા છે. ભાગ્યનો પુરો સાથ મળવાની સાથે આર્થિક સ્થિતિ સારી થવાની છે. સમાજમાં સમાન-સમ્માન વધશે. નોકરિયાતોને ઘણો લાભ મળવાનો છે. તમારા દોસ્તો અને નિકટવર્તીઓનો સાથ મળશે. તેના સિવાય પદોન્નતિની સાથે ઉચ્ચાધિકારીઓનો સાથ મળશે. રાહુના કારણે પહેલા જે લાભ ન હતો મળતો, તે લાભ હવે મળવાનું શરૂ થઈ જશે.

 

કુંભ રાશિ-

 

રાહુ આ રાશિના જાતકોને શુભ ફળ પ્રદાન કરશે. 18 મે, 2025 સુધી રાહુ તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે. પરિવારની સાથે સારો સમય વિતાશે. તેની સાથે જ જીવનમાં લાંબો સમયથી ચાલી રહેલી સમસ્યાઓ ધીરેધીરે સમાપ્ત થશે. જીવનમાં સ્થિરતા આવશે. પરિવાર સાથે સારો સમય વિતશે. બિઝનેસની વાત કરો, તો લાંબો સમયથી ચાલી રહેલી ખોટમાંથી હવે છૂટકારો મળશે અને ખૂબ નફો કમાવાનો મોકો મળશે. નોકરિયાતોને પણ લાભ મળવાના આસાર છે.

 

(ડિસ્ક્લેમર- આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ જાણકારીની સટીકતા અને વિશ્વસનીયતાની ગેરેન્ટી નથી. વિભિન્ન માધ્યમો જેવા કે જ્યોતિષીઓ, પંચાંગ, માન્યતાઓ અથવા પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રહતિ કરીને આ જાણકારીઓ તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદેશ્ય માત્ર જાણકારી પહોંચાડવાનો છે. તેના સત્ય અને સિદ્ધ હોવાની પ્રામાણિકતા આપી શકીએ નહીં. આના કોઈપણ પ્રકારના ઉપયોગ કરતા પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો. )

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code