Site icon Revoi.in

ભારતીય ક્રિકેટ ટીમને પ્રતિભાક્ષાળી યુવાન ક્રિકેટર પુરા પાડવામાં રાહુલ દ્રવિડની મહત્વની ભૂમિકાઃ ગ્રેગ ચેપલ

Social Share

દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન ગ્રેગ ચેપલના મતે પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સિસ્ટમનો અભ્યાસ કરીને ભારતમાં ડોમેસ્ટિક માળખુ તૈયાર કર્યું છે. જે ભારતીય ક્રિકેટ ટીમને સતત સારા ખેલાડીઓ પુરા પાડી રહ્યું છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયામાં હવે આવા માળખાની કમી જોવા મળી રહી છે.

ગ્રેગ ચેપલે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, યુવા પ્રતિભાઓને ભારત અને ઈંગ્લેન્ડમાં સારો ચાન્સ મળે છે. આ બંને દેશોએ ઓસ્ટ્રેલિયાને પણ પાછળ પાડી દીધું છે. આ દેશોએ યુવા પ્રતિભાને યોગ્ય મંચ પણ પુરો પાડ્યો છે. ભારતમાં સામુહિક રીતે આ કામને અંજામ આપ્યું છે. રાહુલ દ્રવીડે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના માળખાનો ઉંડાણપૂર્વકનો અભ્યાસ કર્યો છે. જેથી આવુ શક્ય બન્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા શું કરી રહ્યું છે તેનો અભ્યાસ કરીને પદ્ધતિ અમલમાં મુકી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના હાલના ડોમેસ્ટિક માળખાના કારણે પ્રતિભાવન ઓસ્ટ્રેલિયન ક્રિકેટરોનું કેરિયર મુશ્કેલીમાં મુકાઈ શકે છે. ઈતિહાસ ગવાહ છે કે, અમે યુવા ખેલાડીઓને તૈયાર કરવામાં સર્વશ્રેષ્ઠ ક્રિકેટ બોર્ડ પૈકીના એક હતા. પરંતુ કેટલાક વર્ષોમાં બદલાવ આવ્યો છે. તેમજ પ્રતિભાવાન યુવાન ખેલાડીઓને ચાન્સ નથી મળતો તે યોગ્ય નથી. મને લાગે છે કે, અમે પ્રતિભા શોધવામાં સર્વશ્રેષ્ઠ હોવાનું સ્થાન ગુમાવી ચુક્યાં છીએ. મારા મતે ઈંગ્લેન્ડ અને ભારત અમારાથી સારુ કરે છે.