Site icon Revoi.in

લોકસભા ચૂંટણી 2024માં ભાજપને પરાજય આપવાની રણનીતિ રાહુલ ગાંધીએ જાહેર કરી

Social Share

નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ અત્યારથી રણનીતિ ઘડવાની શરૂઆત કરી દીધી છે. બીજી તરફ મમતા બેનર્જી અને કેજરિવાલ સહિતના નેતાઓ વિપક્ષને એક કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. દરમિયાન વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને કેવી રીતે પરાજય આપી શકાય તેનો ખુલાસો કર્યો હતો. તમામ વિપક્ષ એક સાથે મળીને ચૂંટણી લડે તો ભાજપને હરાવી શકાય, તેમ પણ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM મોદી)ના નેતૃત્વવાળી ભાજપને હરાવવાની રણનીતિ દર્શાવી હતી. તેમણે કહ્યું કે, જો તમામ વિપક્ષી દળો સાથે આવે અને વિકલ્પ રજૂ કરે તો 2024ની ચૂંટણીમાં ભાજપને હરાવી શકાય છે. “જો ભારતના બે વિઝન એકબીજાનો સામનો કરશે… તો અમે જીતી શકીશું.” રાહુલ ગાંધીએ હિન્દુ-મુસ્લિમ વચ્ચે ધ્રુવીકરણની વાત પણ સ્વીકારી હતી.

કોંગ્રેસના ભૂતપૂર્વ વડાએ કહ્યું કે ન્યાય સ્વતંત્ર નથી, કેન્દ્રવાદ સંપૂર્ણ છે અને પ્રેસ હવે સ્વતંત્ર નથી. તેમણે કહ્યું, “ફાસીવાદ પહેલેથી જ છે… સંસદ હવે કામ કરી રહી નથી. હું બે વર્ષથી બોલી શક્યો નથી… હું (સંસદમાં) બોલતાની સાથે જ તેઓ મારો માઇક્રોફોન બંધ કરી દે છે.” તેમણે ભારત-ચીન સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. રાહુલે કહ્યું, “મને નથી લાગતું કે પશ્ચિમ ચીન સાથે ઔદ્યોગિક સ્તરે સ્પર્ધા કરી શકે છે, ખાસ કરીને ઓછા મૂલ્ય વર્ધિત ઉત્પાદનમાં.”

તેમણે કહ્યું કે, “…દરેકની એક મર્યાદા હોય છે, જેમાં મારો પણ સમાવેશ થાય છે… સંસ્કૃતમાં એક શબ્દ છે, તપસ્ય, જે પશ્ચિમી મન માટે સમજવું મુશ્કેલ છે. કેટલાક તેનો અનુવાદ બલિદાન, ધીરજ તરીકે કરે છે…”