નવી દિલ્હીઃ સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ ઉપર સંસદમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ગયા વર્ષે 130 દિવસ ભારતના એક ખુણેથી બીજા ખુણે ગયો હતો, સમુદ્રના તટથી કાશ્મીરની બરફીલી પહાડ ઉપર ગયો હતો. યાત્રા હજુ ચાલુ છે. યાત્રા દરમિયાન અનેક લોકોએ પૂછ્યું કે, તમારુ લક્ષ્ય શું છે. પહેલા મારા મોઢામાંથી જવાબ ન હતો નીકળતો. કદાચ મને ખ્યાલ ન હતો કે હું યાત્રા કેમ કરી રહ્યો છું. કન્યાકુમારીથી યાત્રા શરૂ કરી ત્યારે એવુ માનતો હતો કે હું લોકો પાસે જઉં અને તેમની સાથે વાત કરું. જે બાદ મને ખ્યાલ આવ્યો કે, મને જેનાથી પ્રેમ છે, જેના માટે હું મરવા તૈયાર છું, જે માટે મોદીજીની જેલમાં જવા તૈયાર છું, જે માટે મે 10 વર્ષ દરરોજ ગાળો ખાધી, તે સમજવા માંગતો હતો. જેને મારા દિલને મજબુતી પકડ્યું તેને સમજવા માંગતો હતો. હું વર્ષોથી દરરોજ 10 કિમી દોડી શકું છું, તો દરરોજ 25 કિમી ચાલવુ અઘરુ નથી, તેવુ હું માનતો હતો, તે સમયે તેનો મને અહંકાર હતો, પરંતુ ભારત અહંકારને એક સેકન્ડમાં દુર કરી દે છે. બે-ત્રણ દિવસમાં મારા ઘુંટણમાં દુઃખાવો શરૂ થયો હતો. જુની ઈજાને કારણે આવુ થતું હતું. જે હિન્દુસ્તાનને અહંકાર સાથે જોવા નીકળ્યો હતો તે એકદમ દુર થઈ ગયો હતો. તેમજ ચાલતી વખતે ડર હતોકે હું કાલે ચાલી શકીશ. જ્યારે પણ આ ડર વધતો હતો ત્યારે ક્યાંકથી કોઈ શક્તિ મારી મદદ કરતી હતી.
દરમિયાન આઠ વર્ષની એક દીકરી આવી હતી અને તેને મને ચિઠ્ઠી આપી હતી, તેમાં તેણે લખ્યું હતું કે, રાહુલ હું તમારી સાથે ચાલીશ, બાળકીની ચિઠ્ઠીથી મને શક્તિ મળી હતી. હજારો લોકો આવતા હતા, હું તેમની સામે બોલી શક્યો ન હતો. ભીડની અવાજ હતી કે ભારત જોડો… ભારત જોડો…. હું લોકોનો અવાજ સાંભળતો ગયો. દરરોજ સવારે 6 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી તમામ વ્યક્તિઓને મળતો અને તેમનો અવાજ સાંભળતો હતો. આ દરમિયાન મારી પાસે એક ખેડૂત આવ્યા હતા. ખેડૂતે મને રૂ આપીને કહ્યું કે આટલું જ બચ્યું છે. મે તેમને પૂછ્યું કે વીમાના પૈસા મળ્યા, તો ખેડૂતે કહ્યું કે મને વીમાના પૈસા નથી મળ્યાં, દેશના ઉદ્યોગપતિઓ મારા પૈસા લઈ લીધા. ખેડૂતના દિલનું દર્દ મારામાં આવ્યું હતું. મને ભીડનો અવાજ ન હતી સંભળાતી, મને તેનો અવાજ સંભળાતો હતો.
લોક કહે છે કે, આ દેશ છે અલગ-અલગ ભાષા છે, સોનુ-ચાંદી છે… પરંતુ આ દેશ એક આવાજ છે. આ દેશની મુશ્કેલીઓ છે. જો આપણે આ અવાજ સાંભળવો હોય તો અહંકાર અને નફરતને છોડવી પડશે. જેથી આપણે દેશનો અવાજ સાંભળી શકે છે. હું તાજેતરમાં મણિપુર ગયો હતો, પરંતુ પીએમ હજુ સુધી નથી ગયા, તેમના માટે મણિપુર હિન્દુસ્તાનનો હિસ્સો નથી. આજની સચ્ચાઈ એ છે કે, આજે મણિપુરને બે ભાગમાં વેચી દેવામાં આવ્યું છે. હું મણિપુરમાં રિલીફ કેમ્પમાં ગયો હતો. મહિલાઓ અને બાળકોને મળીને તેમની સાથે વાત કરી હતી. આ લોકોએ મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા કરી છે.
રાહુલ ગાંધીએ લોકસભામાં મણિપુર હિંસા મામલે કરેલા નિવેદનના પગલે ભાજપના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો. તેમજ હિન્દુસ્તાનની હત્યા ના નિવેદન મામલે રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગણી કરી હતી.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું હતું કે, ભારત એક અવાજ છે. ભારત અમારી જનતા અને દિલની અવાજ છે. આ અવાજની હત્યા તમે મણિપુરમાં હત્યા કરી છે, તેનો મતલબ તમે ભારત માતાની મણિપુરમાં હત્યા કરી છે. તમે મણિપુરની જનતાની હત્યા કરીને ભારત માતાની હત્યા કરી છે. તમે દેશદ્રોહી છો, એટલે જ પીએમ મોદી મણિપુર જઈ શકતા નથી. તો સવાલ ઉભો થાય છે કે, તમે ભારત માતાના રખેવાડ નહીં પરંતુ હત્યારાઓ છો.
સ્પીકરે રાહુલ ગાંધીને અટકાવીને કહ્યું હતું કે, ભારત અમારી માતા છે, એટલે સંયમથી વાત કરવી જોઈએ.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, હિન્દુસ્તાનની સૈના મણિપુરમાં એક જ દિવસમાં શાંતિ લાવી શકે છે પરંતુ સેનાનો ઉપયોગ નથી કરતા, કેમ કે આપ મણિપુરને મારવા માંગો છો. તો નરેન્દ્ર મોદી દેશની જનતાની અવાજ નથી સાંભળતા, તે તેઓ કોનો અવાજ સાંભળે છે. તેઓ માત્ર બે વ્યક્તિઓનો અવાજ સાંભળે છે. રાવણ બે વ્યક્તિઓની સાંભળતા હતા. મેઘનાથ અને કુંભકરણની સાંભળતા હતા. લંકાને હનુમાનજીએ ન હતી સળગાવી, પરંતુ રાવણના અહંકારએ સળગાવ્યું હતું. તમે સંમગ્ર દેશમાં કેરોસીન છાંટી રહ્યાં છે, મણિપુરમાં કેરોસીન છાંટીને આગ આપી.