Site icon Revoi.in

ભારતીય રાજકારણમાં રાહુલ ગાંધીએ નવો ચીલો ચાતર્યો, નહેરુ-ઈન્દિરા અને અટલજીની સમાધી પર નમન કર્યાં

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક નવી પરંપરા શરૂ કરી છે. પક્ષની ભાવનાઓથી ઉપર ઉઠીને, તેઓ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની સમાધિ પર ગયા હતા. અટલજી ભાજપના દિગ્ગજ નેતા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તેમજ અનેક પૂર્વ વડાપ્રધાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. 108 દિવસની ભારત જોડો યાત્રાના પ્રથમ વિરામ બાદ રાહુલે પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયીના સ્મારકો પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

રાહુલ ગાંધીએ સૌપ્રથમ તેમના પિતા અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની સમાધિ ‘વીર ભૂમિ’ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ પછી તેમણે ઈન્દિરા ગાંધીના ‘શક્તિ સ્થળ’, નેહરુના ‘શાંતિ વન’, લાલ બહાદુરના ‘વિજય ઘાટ’, મહાત્મા ગાંધીના રાજઘાટ અને વાજપેયીના ‘સદૈવ અટલ’ની મુલાકાત લીધી હતી. વાજપેયીની સમાધિ પર ગાંધી પરિવારના કોઈ સભ્ય કે કોંગ્રેસના ટોચના નેતા પ્રથમ વખત પહોંચ્યા તે મોટી વાત છે. 25 ડિસેમ્બરે વાજપેયીની જન્મજયંતિ હતી. રાહુલ ગાંધીએ અરજીની સમાધી ઉપર જઈને નમન કરતા રાજકીય પંડિતો પણ વિચારતા થઈ ગયા હતા. રાહુલ ગાંધીનીએ અટલજીની સમાધી ઉપર નમન કરતા કોંગ્રેસના નેતાઓ ચોંકી ઉઠ્યાં હતા બીજી તરફ ભાજપના નેતાઓ રાહુલ ગાંધીની આ સ્ટેટ્રરજીથી સ્તબ્ધ થઈ ગયા છે.

કોંગ્રેસ પાર્ટીના જણાવ્યા અનુસાર, અગાઉ રાહુલ ગાંધી શનિવારે સાંજે જ આ નેતાઓની સમાધિની મુલાકાત લેવાના હતા, પરંતુ શનિવારે સાંજે પદયાત્રા પૂર્ણ કરવામાં સમય લાગવાને કારણે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ‘ભારત જોડો યાત્રા’માં લગભગ 3,000 કિલોમીટરનું અંતર કાપીને દિલ્હી પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ આ અગ્રણી નેતાઓની સમાધિઓ પર પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

રાહુલ ગાંધી અને અન્ય કેટલાક ‘ભારત યાત્રીઓ’ શનિવારે પદયાત્રા કરીને દિલ્હીમાં પ્રવેશ્યા હતા. 7 સપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા અત્યાર સુધીમાં તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી એમ નવ રાજ્યોમાંથી પસાર થઈ છે. લગભગ આઠ દિવસના વિરામ બાદ આ યાત્રા ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને અંતે જમ્મુ-કાશ્મીર તરફ જશે.