Site icon Revoi.in

ઠંડીમાં કાંપતી ગરીબ પરિવારની 3 છોકરીઓને જોઈને રાહુલ ગાંધીએ સ્વેટર નહીં પહેરવાનો નિર્ણય કર્યો

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા ઉપર નીકળ્યાં છે અને હાલ તેમની યાત્રા ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહી છે, બીજી તરફ ઉત્તરભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે ટી-શર્ટમાં પસાર થઈ રહેલા રાહુલ ગાંધીને ઠંડી નથી લાગતી તેને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જ્યારે મને ઠંડી લાગશે અને પધારે તકલીફ પડશે ત્યારે સ્વેટર પહેરવા બાબતે વિચારીશ.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હાલ હરિયાણામાંથી પસાર થઈ રહી છે અને ઉત્તરભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં ટી-શર્ટમાં યાત્રા કરી રહેલા રાહુલ ગાંધીને ઠંડી નથી લાગતી કે કેમ તેને લઈને સવાલો અને રાહુલ ગાંધીના ફોટો વાયરલ થઈ રહ્યાં છે, તેમજ યુવાનો સહિત સમગ્ર દેશમાં હાલ આ વિષય ચર્ચાનો મુદ્દો બન્યો છે, ત્યારે રાહુલ ગાંધી યાત્રામાં કેમ ગરમ વસ્ત્રો નથી પહેરતા તેના વિશે તેમણે જ ખુલાસો કર્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, કેરલમાંથી યાત્રા શરૂ થઈ હતી ત્યારે ત્યાં ભયંકર ગરમી પડતી હતી. પરંતુ જ્યારે યાત્રા મધ્યપ્રદેશ પહોંચી ત્યારે કડકડતી ઠંડી પડતી હતી, એક દિવસ વહેલી સવારે ગરિબ પરિવારની ત્રણ છોકરીઓ મારી સાથે ફોટો પડાવવા આવી હતી તેમણે ખુબ પાતળી ટી-શર્ટ પહેરી હતી અને ત્રણેક દીકરીઓ ઠંડીમાં કાપતી હતી, તે દિવસે મેં પણ નિર્ણય કર્યો હતો કે, જ્યાં સુધી ઠંડીમાં કાપીશ નહીં ત્યાં સુધી ટી-શર્ટ જ પહેરીશ.

તેમણે કહ્યું હતું કે, જ્યારે મને ઠંડી લાગશે અને મુશ્કેલી પરિસ્થિતિ ઉભી થશે ત્યારે જ સ્વેટર પહેરવા બાબતે વિચારીશ. ત્રણેય દીકરીઓને સંદેશ આપવા માંગુ છું કે, આપને ઠંડી લાગે છે તો રાહુલ ગાંધીને પણ ઠંડી લાગે છે, જે દિવસે તમે સ્વેટર રહેરશો ત્યારે જ રાહુલ ગાંધી પણ સ્વેટર પહેરશે.