- કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે
- લોકસભાની ચૂંટણી પછી ભારતમાં ઘણું બદલાયુઃ રાહુલ ગાંધી
નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યાં છે. દરમિયાન જોર્જટાઉન યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જે બાદ રાહુલ ગાંધી વર્જિનિયા જશે અને અહીં વસવાટ કરતા ભારતીયો સાથે મુલાકાત કરશે..
સોમવારે રાહુલ ગાંધીએ ડલાસમાં એક યુનિવર્સિટીમાં આયોજીત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જોર્જટાઉન યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી 2024 પછી ભારતમાં ઘણુ બદલાયું છે. હવે લોકોને ભારતમાં ડર નથી લાગતો.
મારા માટે ચોંકાવનારી વાત એ છે કે, ભાજપા અને વડાપ્રધાન મોદીએ એટલો ભય ફેલાયો, જે થોડા સમયમાં જ ગાયબ થઈ ગયો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પીએમ મોદી અને ભાજપાને આ ડર ફેલાવતા વર્ષો લાગ્યા હતા, પરંતુ તે હવે ખતમ થઈ ચુક્યો છે. સંસદમાં જ્યારે પીએમ મોદીને જોવુ છું, ત્યારે કહી શકું છું કે હવે 56 ઈંચની છાતી અને અન્ય ઈતિહાસ થઈ ગયો છે.
આ દરમિયાન રાહુલ ગાંધીએ ચૂંટણી દરમિયાન કોંગ્રેસના બેંક ખાતા સીલ કરવા મામલે પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ચૂંટણીના 3 મહિના પહેલા જ અમારા તમામ બેંક ખાતા લીક કરી દેવામાં આવ્યાં હતા.