રાહુલ ગાંધીએ બ્રિટેનમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં મોદી સરકારની ઉજ્જવલા અને જન ધન યોજનાની પ્રશંસા કરી
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બ્રિટેનના પ્રવાસે છે રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીની બિઝનેશ સ્કુલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ સરકાર લોકતાંત્રિક સંસ્થોને કમજોર બનાવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલ ગાંધીને મોદી સરકારની સારી નીતિઓ બાબતે પૂછવામાં આવ્યું હતું. દરમિયાન તેમણે ઉજ્જવલા યોજના અને જન ધન યોજનાની પ્રશંસા કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મહિલાઓને ગેસ સિલેન્ડર આપવા અને લોકોના બેંક એકાઉન્ટ ખોલાવવા જેવા સારા કામ મોદી સરકારમાં થયાં છે. જો કે, મોદી ભારતની બનાવટને બર્બાદ કરી રહ્યાં છે. તેઓ ભારત ઉપર એવો થોપવા મારી રહ્યાં છે તેને ભારત સ્વિકારી શકતુ નથી. ભારતમાં ધાર્મિક વિવિધતા છે. ભારતમાં શિખ, મુસ્લિમ અને ઈસાઈ સહિતના ધર્મના લોકો છે. પરંતુ મોદી તેમને બીજા દરજ્જાના નાગરિક સમજે છે. હું આ મામલે સહમત નથી. જ્યારે બુનિયાદી સ્તર પર અસહમતિ હોય તો ફેર નથી પડતો કે તમારી બે-ત્રણ યોજનાઓ સાથે સમહતી હોય. રાહુલ ગાંધી કેમ્બ્રિજમાં વિઝનેશ સ્કૂલમાં 21મી સદીમાં સાંભળતા શિખવાની કલા વિષય ઉપર બોલી રહ્યાં છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, દુનિયામાં લોકતાંત્રિક મુલ્યોને વદારવા માટે નવા વિચારની જરૂર છે. જેને કોઈની ઉપર થોપવુ ના જોઈએ. અમે એવી દુનિયા બનતી નહીં જોઈ શકતા જે લોકતાંત્રિક મૂલ્યો સાથે જોડાયેલા ના હોય.
રાહુલ ગાંધીએ આ દરમિયાન ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. કાશ્મીર વિશે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કાશ્મીર કેટલાક વર્ષોથી હિંસાગ્રસ્ત છે. સુરક્ષા અધિકારીઓને સુરક્ષાને લઈને આગ્રહ કર્યો પરંતુ જ્યારે અમે આગળ વધ્યાં ત્યારે જહારો લોકો તિરંગા સાથે આગળ આવ્યાં હતા.