Site icon Revoi.in

રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડી શકે તેવી શકયતા, પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા  રાહુલ ગાંધીએ વાયનાડ અને રાયબરેલી બંને બેઠક ઉપરથી જીત મેળવી હતી. આથી  તેમણે  એક બેઠક છોડવી પડે તેમ છે. ત્યારે રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડી શકે તેવી શકયતાઓ છે. કોંગ્રેસના નેતાઓ પ્રિયંકા ગાંધીને વાયનાડ બેઠક પરથી ચૂંટણી  લડાવવા માંગતા હતા. જોકે યૂડીએફમાં મુસ્લિમ લીગે વિરોધ કર્યો છે અને હવે મુસ્લિમ લીગ વાયનાડમાંથી પોતાનો જ ઉમેદવાર ઉતારવા માંગે છે.

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકોમાં નોંધપાત્ર વધારો થયો છે. એટલું જ નહીં કોંગ્રેસની આગેવાનીમાં ઈન્ડી ગઠબંધનની બેઠકો પણ વધીને 233 સુધી પહોંચી છે. ઈન્ડી ગઠબંધન દ્વારા પણ સરકાર બનાવવાની દિશામાં વિચારણા કરી હતી. કોંગ્રેસમાં રાહુલ ગાંધી ઉપરાંત પ્રિયંકા ગાંધીએ પણ જોરશોરથી ચૂંટણીપ્રચાર કર્યો હતો. તેમજ ઉત્તરપ્રદેશમાં પ્રચાર-પ્રસારની જવાબદારી પણ ઉઠાવી લીધી હતી.