દિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી AIIMSમાં સારવાર લઈ રહેલા પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘની મુલાકાત લઈને તમના આરોગ્ય અંગે પુંચ્છા કરી હતી તેમજ ઝડપથી સાજા થાય તેવી શુભકામના પાઠવી હતી. તાવ બાદ અશક્તિ ની ફરિયાદ સાથે પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંઘને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.
AIIMSના એક ડોકટરે જણાવ્યું હતું કે મનમોહનસિંઘની હાલત સુધારા ઉપર છે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી એ તેમની મુલાકાત લીધી હતી અને તેમના આરોગ્ય અંગે જાણકારી મેળવી હતી. પૂર્વ વડાપ્રધાનની 26 મી સપ્ટેમ્બર થી તાવ ની સારવાર ચાલતી હતી. તાવ માંથી સ્વસ્થ થયા પછી અશક્તિ લાગતા તેઓ હોસ્પિટલ ના હૃદય વિભાગ પણ દાખલ થયા હતા.
મહત્વનું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમ્સમાં સારવાર લઈ રહેલા પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંઘના ખબર અંતર પૂછ્યા હતા.