Site icon Revoi.in

રાહુલ ગાંધીએ કોંગ્રેસના સંગઠનને વધારે મજબુત કરવાની દિશામાં કામગીરી શરૂ કરી

Social Share

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ મોદી સરકાર અને તેમના મંત્રીમંડળે શપથગ્રહણ કર્યા બાદ ચાર્જ પણ સંભાળી લીધો છે. બીજી તરફ વિપક્ષમાં પણ લોકસભાના વિપક્ષી નેતાની પસંદગીની કવાયત શરૂ કરવામાં આવી રહી છે. કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકમાં લોકસભાના વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીના નામનો પ્રસ્તાવ મુક્યો હતો. જો કે, રાહુલ ગાંધી વિપક્ષનું પદ સ્વિકારવા તૈયાર નહીં હોવાનું ચર્ચાય રહ્યું છે. રાહુલ ગાંધી હાલ દેશમાં પાર્ટીના સંગઠનને વધારે મજબુત કરવાની દિશામાં કામ કરવા ઈચ્છતા હોવાથી વિપક્ષના નેતા બનવા નહીં માંગતા હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં ઝંઝાવતી પ્રચાર કરવામાં આવ્યો હતો. જેની અસર ચૂંટણીના પરિણામમાં પણ જોવા મળી છે. ગત લોકસભા ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસની બેઠકોમાં વધારો થયો છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 99 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડી ગઠબંધનને 233 જેટલી બેઠકો જીતીને એનડીએને ટક્કર આપી છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકોમાં ઘટાડો થયો છે અને ભાજપા 240 જેટલી જ બેઠકો જીતી હતી. રાહુલ ગાંધી રાજબરેલી અને વાયનાડ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યાં હતા, આ બંને બેઠકો ઉપરથી તેમનો વિજ્ય થયો હતો.જેથી હવે રાહુલ ગાંધી વાયનાડ બેઠક ખાલી રહ્યાં છે. આ બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. લોકસભાની ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે પ્રાણવાયુ સમાન રહ્યાં છે. જેથી રાહુલ ગાંધી હવે દેશમાં ફરીથી કોંગ્રેસને બેઠી કરવાની દીશામાં કામગીરી કરી રહ્યાં છે. તેઓ કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરોના સતત સંપર્ક કરી રહ્યાં છે.