Site icon Revoi.in

રાહુલ ગાંધી વિદેશમાં ભારતને બદનામ કરવાનો પ્રયાસ કરે છેઃ હિમંતા બિસ્વા સરમા

Social Share

બેંગ્લોરઃ કર્ણાટકમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી લીધી છે. ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ રેલીઓ અને જાહેરસભાઓ દ્વારા લોકોને તેમના વિકાસના કામોથી માહિતગાર કરી રહ્યાં છે. દરમિયાન કર્ણાટકમાં એક રેલીને સંબોધિત કરતી વખતે આસામના સીએમ અને બીજેપી નેતા હિમંતા બિસ્વા સરમાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ વિદેશમાં જઈને ભારતનું નામ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેને જનતા માફ નહીં કરે.

કર્ણાટકના કનકગિરીમાં ‘વિજય સંકલ્પ’ રેલીને સંબોધિત કરતી વખતે સરમાએ કોંગ્રેસ પર પણ અનેક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અમારે કોઈપણ કિંમતે ભાજપને જીતાડવી છે, કારણ કે અમને બાબરી મસ્જિદ નથી જોઈતી, અમને જન્મભૂમિ જોઈએ છે. તેમણે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં જ દેશનો ઝડપથી વિકાસ થયો છે.

સરમાએ ભાષણ દરમિયાન કહ્યું કે, રાહુલે દેશને બદનામ કરવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલનું નિવેદન (રાહુલ ગાંધી લંડન સ્પીચ) લોકશાહી, અદાલતો અને સંસદ ખતરામાં છે તે દર્શાવે છે કે તેઓ દેશને બદનામ કરવા માગે છે. બીજેપી નેતાએ કહ્યું કે મોદી જ્યારે પણ વિદેશ ગયા ત્યારે તેમણે દેશનું નામ રોશન કરવાનું કામ કર્યું, પરંતુ રાહુલે દેશનું અપમાન કર્યું છે. રાહુલે જાણવું પડશે કે તેઓ મોદીની હાજરીમાં ક્યારેય પીએમ નહીં બની શકે.

આસામના સીએમ સરમાએ વધુમાં કહ્યું કે રાહુલ ગાંધીએ દેશમાં ‘ભારત જોડો’ની પદયાત્રા કાઢી હતી, પરંતુ તેઓ વિદેશમાં ‘બ્રેકિંગ ઈન્ડિયા’ની વાત કરે છે. તેમણે કહ્યું કે જ્યારે રાહુલ કર્ણાટક આવ્યા ત્યારે મેં તેમને પૂછ્યું કે વર્ષ 2047માં ભારત કોણે તોડ્યું અને કહ્યું કે તમારા દાદાજીએ કર્યું હતું.