Site icon Revoi.in

દ્વારકામાં કોંગ્રેસની યોજાનારી ચિંતન શિબિરમાં રાહુલ ગાંધી હાજરી આપશે

Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં 25 વર્ષથી કોંગ્રેસનું સાશન નથી ત્યારે ફરી જનાધાર મેળવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા દ્વારકામાં ચિંતન શિબીરનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આગામી તા.22 થી 26 દરમ્યાન કોંગ્રેસની યોજાયેલી ચિંતન શિબિરમાં હાજરી આપશે. અને આ અંગેની તૈયારીઓ શ થઇ ચૂકી છે, રાહુલ ગાંધી કઇ તારીખે આવશે તે હજુ કાર્યક્રમ નકકી થયો નથી, એકાદ-બે દિવસમાં તેમને આવવાની તારીખ નકકી થઇ જશે તેમ પ્રદેશ કોંગ્રેસના સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ હવે ધીરે-ધીરે કાર્યકરોને પ્રોત્સાહિત કરવા માટે પ્રચાર શરૂ કર્યો છે, કોંગ્રેસના રાષ્ટ્રિય દિગ્ગજ નેતા રાહુલ ગાંધી દ્વારકામાં યોજાનારી ચાર દિવસીય ચિંતન શિબિરમાં ભાગ લેશે,અને રાહુલ ગાંધી  ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવશે,.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, લાંબા સમય બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દેવભુમિ દ્વારકા આવી રહ્યા હોય હાલારના કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું છે, કોંગ્રેસ દ્વારા લોકસભાની બેઠક દિઠ બે-બે નિરીક્ષકોની નિમણુંક કરી દેવામાં આવી છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પણ ચિંતન શિબીરની તૈયારીઓમાં લાગી ગયા છે. શિબીરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ખાસ ચર્ચા કરવામાં આવશે. વધુને વધુ લોકોને કોંગ્રેસ સાથે જોડવામાં આવશે.