Site icon Revoi.in

દેશના આગામી વડાપ્રધાન રાહુલ ગાંધી બનશે, કોંગ્રેસના નેતાએ કર્યો દાવો

Social Share

નવી દિલ્હીઃ તેલંગાણાના સીએમ રેવન્ત રેડ્ડીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, જે પૂર્ણ સમયની રાજનીતિ કરે છે. જ્યારે રેવંત રેડ્ડીને પૂછવામાં આવ્યું કે જો અન્ય રાજ્યોમાં પૂર્ણ સમયની રાજનીતિ અને રેવંત રેડ્ડી ફોર્મ્યુલા અપનાવવામાં આવે તો ત્યાં પણ કોંગ્રેસનો ઝંડો લહેરાવી શકાય? આ અંગે તેલંગાણાના સીએમએ હસતા હસતા કહ્યું કે રાહુલ ગાંધી પણ 24 કલાક રાજનીતિ કરે છે. તે દરરોજ આ વિસ્તારમાં જઈ રહ્યા છે.

રેવન્ત રેડ્ડીએ કહ્યું કે જે રીતે રાહુલ ગાંધી ફુલ ટાઈમ રાજનીતિ કરી રહ્યા છે અને વિસ્તારોમાં જઈને લોકોને મળી રહ્યા છે, તો તે ચોક્કસપણે દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી ગરીબી પરિવારમાંથી આવ્યા છે અને ગરીબી બતાવીને વડાપ્રધાન બન્યા છે, પરંતુ રાહુલ ગાંધી, મોતીલાલ નેહરુ અને જવાહરલાલ નેહરુના ખૂબ જ અમીર પરિવારમાંથી આવે છે. જ્યારે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી ભારત દેશ માટે શહીદ થયા હતા. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પણ મહત્વના પદનો ત્યાગ કર્યો છે.

રેવન્ત રેડ્ડીએ કહ્યું કે જ્યારે રાહુલ ગાંધીને લોકસભાના સભ્ય તરીકે અયોગ્ય ઠેરવવામાં આવ્યા ત્યારે સરકારે તેમને તેમનો બંગલો પણ ખાલી કરી દીધો હતો. તે સમયે રાહુલ ગાંધી પાસે ઘર પણ નહોતું. નરેન્દ્ર મોદી ભલે ગરીબીમાંથી ઉભા થઈને વડાપ્રધાન બન્યા હોય, પરંતુ રાહુલ ગાંધી સમૃદ્ધ પરિવારમાંથી આવે છે અને તેમણે બલિદાન પણ આપ્યા છે.