રાહુલ ગાંધી અમેઠીથી નહીં, રાયબરેલીથી લડશે ચૂંટણી, નામાંકન સમયે સોનિયા ગાંધી પણ રહેશે હાજર
ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી બેઠકોના કોંગ્રેસના ઉમેદવારો અંગેના સસ્પેન્સનો અંત આવ્યો છે.. પાર્ટીએ રાયબરેલી સીટ પરથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતાર્યા છે. અમેઠીથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સામે કિશોરી લાલ શર્માને ટિકિટ આપવામાં આવી છે.
કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે
ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી બેઠકો પરથી ઉમેદવારોની જાહેરાત કરી છે.સૂત્રોએ જણાવ્યું હતું કે નામાંકન સમયે સોનિયા ગાંધી તેમના પુત્ર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે હાજર રહેશે. સોનિયા ગાંધીના પ્રતિનિધિઓ તેમના નામાંકન સમયે કેએલ શર્મા સાથે હાજર રહેશે. વાસ્તવમાં અમેઠી અને રાયબરેલી ગાંધી-નેહરુ પરિવારના પરંપરાગત વિસ્તારો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, પ્રિયંકા ગાંધી દ્વારા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યા પછી કોંગ્રેસે અમઠીમાંથી જે કિશોરી લાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે તે કોણ છે તેની ચર્ચા શરૂ થઈ હતી.
કોણ છે કિશોરી લાલ શર્મા?
અમેઠી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માને સોનિયા ગાંધીના નજીકના નેતા તરીકે ઓળખવામાં આવે છે. મૂળ પંજાબના લુધિયાણાના કેએલ શર્મા લાંબા સમયથી રાયબરેલીમાં સોનિયા ગાંધીના સાંસદ પ્રતિનિધિ તરીકે કામ કરી રહ્યા છે.
અમેઠી-રાયબરેલીમાં લગભગ ચાર દાયકાઓથી સંગઠનનું કામ કરી રહેલા કેએલ શર્માને આ બે જિલ્લાની દરેક ગલી અને દરેક કોંગ્રેસી જાણે છે. રાજીવ ગાંધીના સમયમાં સરકારના કામના પ્રચાર માટે તેમને યુપી મોકલવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ અહીં જ રહ્યા હતા.