1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાહુલ ગાંધી કાલે શનિવારે ગુજરાતની મુલાકાતે આવશે, દૂર્ધટનાના પિડિત પરિવારોને મળશે
રાહુલ ગાંધી કાલે શનિવારે ગુજરાતની મુલાકાતે આવશે, દૂર્ધટનાના પિડિત પરિવારોને મળશે

રાહુલ ગાંધી કાલે શનિવારે ગુજરાતની મુલાકાતે આવશે, દૂર્ધટનાના પિડિત પરિવારોને મળશે

0
Social Share

અમદાવાદઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાની વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવતી કાલે શનિવારે ગુજરાતની મુલાકાતે આવશે. બપોરે 12.30 વાગ્યે અમદાવાદ આવી પહોંચશે. અને રાજીવ ગાંધી ભવન, પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય, પાલડી ખાતે કોંગ્રેસના કાર્યકરોને મળશે. ત્યારબાદ પથ્થરમારા મામલે કોંગ્રેસના જે કાર્યકરો પોલીસ કસ્ટડીમાં છે, તેમને પણ મળવા જશે. ત્યારબાદ મોરબી બ્રિજ,  હરણી બોટકાંડ અને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારને પણ મળી શકે છે.

આ અંગે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, આવતીકાલે શનિવારે 12.30 વાગ્યે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અમદાવાદ આવશે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકરોને મળશે અને સંબોધન કરશે. આ ઉપરાંત ગુજરાતમાં વિવિધ દુર્ઘટનાોના પીડિત પરિવારોને પણ રાહુલ ગાંધી મળશે. જેમાં રાજકોટ અગ્નિકાંડ, વડોદરા હરણી કાંડ, સુરત તક્ષશિલા કાંડ અને ઊના કાંડ સહિતના કેટલાક પીડિતો રાહુલ ગાંધીને મળવા આવશે. રાહુલ ગાંધી અમદાવાદમાં દોઢથી બે કલાક રોકાશે. આ ઉપરાંત કોંગ્રેસ ભવનના પાર્કિંગ પ્લોટમાં કાર્યકરોને સંબોધશે. રાહુલ ગાંધી જગન્નાથ મંદિર જશે નહીં પણ પ્રદેશના નેતાઓ 4 વાગ્યે જગન્નાથ મંદિર જશે. અને રથનું પૂજન કરશે.

શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે,  અમારા ધરપકડ કરાયેલા કાર્યકરોની રિમાન્ડ પૂરા થાય છે એટલે તેમને મળવાનો પ્રયત્ન કરશે. પરંતુ તેમને ના મળી શકાય તો તેમના પરિવારને મળવા જશે. આખા ગુજરાતમાંથી કોંગ્રેસના કાર્યકરોને બોલાવીને જેલ ભરો આંદોલન કરવાના હતા. પરંતુ અમારી ફરિયાદ નોંધાતા કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. અમારી બંને ફરિયાદ પોલીસ દ્વારા લેવામાં આવી છે. પોલીસ સાથે અમારો સંઘર્ષ ના હોય અને રાહુલ ગાંધીએ કહ્યું છે ડરો મત, ડરાવો મત. ભાજપે રાહુલ ગાંધીના પ્રવચનના ટુકડા કરીને મોકલ્યા છે, આખું પ્રવચન સાંભળજો. રાહુલ ગાંધીની વાતને લઈને પેટમાં તેલ રેડાયું છે. અમારી દુકાન બંધ થશે તેવો ડર લાગ્યો છે. જગદગુરુ શંકરાચાર્યએ પણ પ્રશંસા કરી છે. હિન્દુ સંગઠનોએ વાતની પ્રશંસા કરી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code