Site icon Revoi.in

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું ઉત્તરપ્રદેશમાં પહોંચી, પ્રિયંકા ગાંધીએ રાહુલને યોધ્ધા ગણાવ્યાં

Social Share

લખનૌઃ કોંગ્રેસની ભારત જોડો યાત્રા મંગળવારે ઉત્તર પ્રદેશ પહોંચી હતી. આ દરમિયાન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગ્રે પ્રિયંકાએ રાહુલને કહ્યું – મને તમારા પર ગર્વ છે.

ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કરતા પ્રિયંકાએ કહ્યું કે, મારા મોટા ભાઈ, મને તમારા પર સૌથી વધુ ગર્વ છે. સરકારે તેમની છબી ખરડાવવા માટે હજારો કરોડો ખર્ચ્યા પરંતુ રાહુલ ગાંધી સત્યથી પાછા હટ્યા નહીં. પ્રિયંકાએ કહ્યું કે, તેમના પર એજન્સીઓ લાદવામાં આવી પરંતુ તેઓ ડર્યા નહીં. મારા ભાઈ તમે યોદ્ધા છો. પ્રિયંકાએ કહ્યું કે મોહબ્બતની દુકાનની ફ્રેન્ચાઈઝી દરેક ગલીમાં ખોલવી જોઈએ. રાહુલ સત્યનું બખ્તર પહેરીને ચાલી રહ્યો છે, ભગવાન તેમની રક્ષા કરશે. પ્રિયંકાએ કહ્યું કે જ્યાં સુધી ભારત એક નહીં થાય ત્યાં સુધી અમારા જમીની મુદ્દાઓ પર કોઈ ચર્ચા નહીં થાય. રોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓ પર તેઓ વાત કરે તેવી જનતાની માંગ છે.

પ્રિયંકાએ કહ્યું કે લોકો મને પૂછે છે કે તમારા ભાઈને ઠંડી નથી લાગતી, તે ટી-શર્ટ પહેરીને ચાલે છે… હું તેમને કહું છું કે રાહુલ ગાંધીએ સત્યનું બખ્તર પહેર્યું છે. ભગવાન તેમને સુરક્ષિત રાખશે. આ પ્રસંગે યુપી કોંગ્રેસના અધ્યક્ષ બ્રિજલાલ ખાબરી, આરાધના મિશ્રા મોના અને અન્ય નેતાઓએ જોડાયા હતા. ભારત જોડો યાત્રા ગાઝિયાબાદ થઈને શામલી સુધી જશે અને પછી હરિયાણા પહોંચશે.