- ભારત જોડા યાત્રા ફરીથી શરુ
- આજે ઉત્તરપ્રદેશ પહોંચશે યાત્રા
દિલ્હી: રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ લગભગ 9 દિવસના વિરામ બાદ મંગળવારથી ફરી શરૂ થઈ રહી છે. આ યાત્રા આજથી ઉત્તર પ્રદેશથી શરૂ થશે, જે હરિયાણા, પંજાબ અને પછી જમ્મુ-કાશ્મીર પહોંચશે. પરંતુ આમાં સૌથી મહત્વની વાત એ છે કે અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે આશ્ચર્યજનક પગલું ભરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આ યાત્રાની સફળતા માટે આશીર્વાદ આપ્યા છે.
યૂથ કોંગ્રેસના નેતા ગૌરવ તિવારીને આપેલા પત્રમાં લખ્યું છે કે, “તમે જે પણ કામ દેશ માટે કરી રહ્યા છો, તે બધાના ભલા માટે છે. મારા આશીર્વાદ તમારી સાથે છે.” તેમણે કહ્યું, “રાહુલ ગાંધી પર ભગવાન રામના આશીર્વાદ રહે. અમે સત્યેન્દ્ર દાસ સાથે સહમત નથી. કોંગ્રેસ હંમેશા હિંદુ વિરોધી રહી છે.
કોંગ્રેસ પક્ષ દ્રારા ભારત જોડો યાત્રાની શરુઆત કરવામાં આવી હતી કન્યાકુમારીથી કાશ્મીર સુધી શરૂ થયેલી કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’ આજરોજ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે.બ્રેકબાદ આજથી ફરી આ યાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે.રાહુલ ગાંધી દિલ્હીના કાશ્મીરી ગેટ વિસ્તારમાં સ્થિત હનુમાન મંદિરથી પદયાત્રા કરીને બપોરે ગાઝિયાબાદની લોની બોર્ડરથી યુપીમાં પ્રવેશ કરશે. આ યાત્રામાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે ત્રણ દિવસની યાત્રામાં સામેલ થશે.
ઉત્તર પ્રદેશમાં ભારત જોડો યાત્રા 130 કિલોમીટરનું અંતર કાપશે અને પશ્ચિમ યૂપીના 3 જિલ્લામાંથી આ યાત્રા રવાના થશે,ત્રણ દિવસની મુલાકાત દરમિયાન તેઓ યુપીમાં ત્રણ લોકસભા સીટ અને 11 વિધાનસભા સીટ છાવરી લેવાનો પ્રયાસ કરશે.