Site icon Revoi.in

રાહુલ ગાંધી સંસદમાં ધૂંવાધાર સ્પીચ બની છે ચર્ચાનો વિષય, જાણો તેમની ટીમ વિશે જે પરદા પાછળ કરે છે કામ

Social Share

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લિડર ઓફ ઓપોઝિશન તરીકે સંસદમાં ધુંવાધાર સ્પીચ આપી રહ્યા છે.. અને તેમની આ જબરજસ્ત સ્પીચ ચર્ચાનો અને પ્રશંસાનો વિષય બનેલી છે. ગૃહમાં પણ તેમના ભાષણની પ્રશંસા થઈ રહી છે. તેઓ પોતાની આગવી શૈલીમાં કેન્દ્રને સતત સવાલો કરી રહ્યા છે.

આ સંજોગોમાં એ જાણવું જરૂરી કે રાહુલ ગાંધીની ટીમમાં કોણ-કોણ છે જે પરદા પાછળ રાહુલને વધુ મજબુત બનાવી રહ્યા છે.

રાહુલ ગાંધીની ટીમ વિશે જાણો

મલ્લિકાર્જુન ખડગે

હાલમાં કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા છે. ખડગે લોકસભા ચૂંટણી પહેલા ઈન્ડિયા એલાયન્સની રચના પાછળ પ્રેરક બળ છે. સંસદ સત્ર દરમિયાન, તેઓ તેમની ટીમની મદદથી વિપક્ષ માટે ફ્લોર સ્ટ્રેટેજી નક્કી કરે છે.

અલંકાર સવાઈ

ICICI બેંકના ભૂતપૂર્વ કર્મચારી અલંકાર સવાઈ ઘણા વર્ષોથી રાહુલ ગાંધી સાથે કામ કરી રહ્યા છે. તે રાહુલ ગાંધીની આંખ અને કાન છે. રાહુલ ગાંધીને મળવાની અંતિમ પરવાનગી તેમની પાસેથી લેવી પડશે.

કૌશલ્ય વિદ્યાર્થી

ઓક્સફર્ડ ગ્રેજ્યુએટ બિહારનાકૌશલ વિદ્યાર્થી રાહુલ ગાંધીના ખૂબ પ્રશંસક છે. 2019માં વિદ્યાર્થી રાહુલ ગાંધીના સત્તાવાર ખાનગી સચિવ હતા. તેઓ મોટાભાગે સંસદના સત્રો અથવા પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી સાથે જોવા મળે છે. તેઓ રાહુલ ગાંધી અને અન્ય રાજકીય નેતાઓ વચ્ચેની કડી છે. કૌશલ જ રાહુલ ગાંધીનું ભાષણ તૈયાર કરે છે.

કે.બી.બાયજુ

પૂર્વ એસપીજી અધિકારી કે.બી બાયજુએ 2010માં નોકરી છોડી દીધી હતી અને રાહુલ ગાંધીની ટીમમાં જોડાયા હતા. બાયજુ રાહુલ ગાંધીની સમગ્ર લોજિસ્ટિક્સ અને મુસાફરીનું ધ્યાન રાખે છે. તેઓ રાહુલ ગાંધી માટે પ્રવાસનું આયોજન કરે છે.

કેસી વેણુગોપાલ

કોંગ્રેસના મહાસચિ કે.સી વેણુગોપાલ રાહુલ ગાંધીના સૌથી વિશ્વાસુ લોકોમાંના એક છે. 2017 માં, તેઓ કોંગ્રેસના મહાસચિવ બન્યા અને ગોવા અને કર્ણાટક જેવા રાજ્યોનો હવાલો સંભાળ્યો. તેમણે ઘણી વખત મુશ્કેલીમાં પાર્ટીને સંભાળી છે.

સુનિલ કાનુગોલુ

ચૂંટણી વ્યૂહરચનાકાર સુનીલ કાનુગોલુએ 2022માં કોંગ્રેસ સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેઓ 2024 માટે કોંગ્રેસના ચૂંટણી ટાસ્ક ફોર્સનો ભાગ હતા.કોંગ્રેસની કર્ણાટક અને તેલંગાણા વિધાનસભાની જીતનો શ્રેય તેમને જાય છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ તેમની મોટી ભૂમિકા હતી.. કોંગ્રેસ સાથે કામ કરતા પહેલા તેઓ પ્રશાંત કિશોર સાથે જોડાયેલા હતા.

બી શ્રીવત્સ

બી શ્રીવત્સ રાહુલ ગાંધીનું સોશિયલ મીડિયા જુએ છે. રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર શું લખશે તે વિશે માત્ર બી શ્રીવત્સ પોતાનો અભિપ્રાય આપે છે. તેઓ 2021માં રાહુલ ગાંધીની ટીમમાં જોડાયા હતા.

મણિકમ ટાગોર

તમિલનાડુના ત્રણ વખતના લોકસભા સાંસદ હાલ લોકસભામાં કોંગ્રેસના વ્હીપ છે. યુવાવસ્થાથી કોંગ્રેસી છે. તેઓ રાહુલ ગાંધીના વિશ્વાસુ ક્ષેત્ર કાર્યકર છે. તે દક્ષિણ ભારતમાંથી રાહુલ ગાંધીને ઇનપુટ્સ આપે છે.

ગૌરવ ગોગોઈ

લોકસભામાં વિરોધ પક્ષના નાયબ નેતા ગૌરવ ગોગોઈ સાંસદ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળથી જ રાહુલ ગાંધીની નજીક છે. ગોગોઈ હવે સંસદમાં કોંગ્રેસના અગ્રણી અવાજોમાંના એક છે અને તેમને રાહુલ ગાંધીના વિશ્વાસુ મનાય છે..

સામ પિત્રોડા

ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા દાયકાઓથી ગાંધી પરિવારની નજીક છે. પિત્રોડાએ તાજેતરમાં લોકસભાની ચૂંટણી દરમિયાન તેમની વિવાદાસ્પદ ટિપ્પણીઓ બાદ કોંગ્રેસના વિદેશ વિભાગના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ પ્રમુખ તરીકે પાછા ફર્યા છે. પિત્રોડા રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો પર નજર રાખે છે.