દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરી નાગરિકોની હત્યાના બનાવોમાં વધારો તથા સુરક્ષા એજન્સીઓએ આતંકી પ્રવૃતિ આચરનારા તત્વો સામે કવાયત તેજ બનાવી છે. દરમિયાન નેશનલ ઈન્વેસ્ટીંગ એજન્સીએ બારામુલાક અને શ્રીનગરમાં દરોડા પાંડ્યાં હતા. સોપોરની હૈદર કૉલોનીમાં રાશિદ મુઝફ્ફર ગની પુત્ર મુઝફ્ફર અહેમફ ગની અને ઉમર અયૂબ ડાર પુત્ર મોહમ્મદ અયૂબ ડારના ઘરે દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે એનઆઈએની ટીમોએ સાત જિલ્લામાં જમાત-એ-ઈસ્લામીના 17 ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા. જમાતના પદાધિકારીઓ અને સભ્યોના પરિસરો અને શંકાસ્પદના પરિસરોના દરોડા દરમિયાન આપત્તિજનક દસ્તાવેજ અને ઈલેક્ટ્રોનિક ઉપકરણ જપ્ત કરાયા. આ કાર્યવાહી કાશ્મીરના અનંતનાગ, કુલગામ, ગાંદરબલ, બાંદીપોરા અને બડગામ તથા જમ્મુ વિભાગના કિશ્તવાડ અને જમ્મુ જિલ્લામાં કરવામાં આવી. ગત રવિવારે પણ એનઆઈએએ જમ્મુ-કાશ્મીરમાં 16 સ્થળ પર દરોડા પાડ્યા હતા. એનઆઈએ કુલગામ, બારામુલા, શ્રીનગર, અનંતનાગમાં કાર્યવાહી કરી હતી. ટીઆરએફના કમાન્ડર સજ્જાદ ગુલના ઘરે પણ અધિકારીઓએ દરોડા પાડ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદી પ્રવૃતિઓ વધી હોવાથી તેને ડામી દેવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ વધારે સક્રીય બની છે. એનઆઈએ દ્વારા દેશ વિરોધી તત્વો ઉપર દરોડા પાડીને તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ સુરક્ષા જવાનોઓએ આતંકવાદીઓને ઝડપી લેવા માટે કવાયત તેજ બનાવી છે. તેમજ અનેક આતંકવાદીઓને એન્કાઉન્ટમાં ઠાર મારવામાં આવ્યાં છે. જમ્મુ-કાશ્મીરમાં ભાંગફોડની પ્રવૃતિઓ આંચરવા માટે પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપે છે.