Site icon Revoi.in

કેરલમાં ઈડીના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના કાર્યકરોના ઘરો ઉપર દરોડા

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે આતંકવાદ અને ઉગ્રવાદને નાથવા માટે અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન તાજેતરમાં જ એનઆઈએએ ખાલીસ્તાની આતંકવાદીઓની યાદી જાહેર કરી છે. એટલું જ નહીં આતંકવાદી પન્નૂની સામે કાર્યવાહી કરીને પંજાબમાં આવેલી તેની મિલકતને સીલ કરી છે. દરમિયાન આજે કેરળમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા સામે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કેરલના વિવિધ જિલ્લામાં પીએફઆઈના કાર્યકરોના નિવાસસ્થાનો ઉપર દરોડા પાડીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. ઈડીની કાર્યવાહીને પગલે પ્રતિબંધિત પીએફઆઈના કાર્યકરોમાં ફફડાટ ફેલાયો છે.

બેંગ્લોરઃ EDએ આજે  કેરળના ચાર જિલ્લામાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ કાર્યકરોના ઘરો પર દરોડા પાડ્યા હતા. અહેવાલો અનુસાર, કેરળના થ્રિસુર, એર્નાકુલમ, મલપ્પુરમ અને વાયનાડ જિલ્લામાં દરોડા પાડવામાં આવ્યા છે.આતંકવાદને ભંડોળ પૂરું પાડવા, તાલીમ શિબિરોનું આયોજન કરવા અને પ્રતિબંધિત સંગઠનોમાં જોડાવા માટે લોકોને કટ્ટરપંથી બનાવવામાં સામેલ વ્યક્તિઓના રહેણાંક અને સત્તાવાર જગ્યાઓ પર સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. એક મોટી કાર્યવાહી અંતર્ગત 10 રાજ્યોમાં  NIA, ED અને રાજ્ય પોલીસે PFIના 100 થી વધુ કેડરની ધરપકડ કરી છે. ઈડીમાં કેરલ દ્વારા પીએફઆઈના કાર્યકારો સામે કરેલી કાર્યવાહીથી દેશવિરોધી પ્રવૃતિ આચરતા શખ્સોમાં ફફડાટ ફેલાયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં આતંકવાદને નાથવા માટે સરકાર દ્વારા મોટાપાયે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ડામવા માટે મોટાપાયે કાર્યવાહી કરાઈ રહી છે. તેમજ વિવિધ આતંકવાદી સંગઠનો અને તેની સાથે જોડાયેલા આતંકવાદીઓની સામે વ્યાપક કાર્યવાહી કરવામાં આવી રહી છે.