Site icon Revoi.in

રાયગઢ છત્રપતિ શિવાજી મહારાજની મહાનતા અને બહાદુરીનું ઉદાહરણ: પીએમ મોદી

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાયગઢને શિવાજી મહારાજનો નોંધપાત્ર વારસો, વ્યૂહાત્મક પ્રતિભા અને નેતૃત્વનું પ્રતીક ગણાવ્યો હતો. નરેન્દ્ર  મોદીએ કહ્યું કે તેમને ખુશી છે કે આ વર્ષના રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમે રાયગઢને ગૌરવ અપાવ્યું છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “રાયગઢ છત્રપતિ શિવાજી મહારાજની મહાનતા અને બહાદુરીનું ઉદાહરણ આપે છે. તે હિંમત અને નિર્ભયતાનો પર્યાય છે. મને આનંદ છે કે આ વર્ષના રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમે રાયગઢને ગૌરવનું સ્થાન આપ્યું.”

ગુજરાત સહિત સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી અને એકતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ ટ્વિટર પર એક પોસ્ટમાં કહ્યું કે રાષ્ટ્રની એકતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરવું તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

પીએમ મોદીએ કહ્યું, “ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર મારી શ્રદ્ધાંજલિ. રાષ્ટ્રની એકતા અને સાર્વભૌમત્વની રક્ષા કરવી એ તેમના જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા હતી. તેમનું વ્યક્તિત્વ અને કાર્ય દેશની દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે.” કેવડિયા મેદાન ખાતે પ્રધાનમંત્રીએ સશસ્ત્ર દળોના જવાનોની પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને રાજ્ય પોલીસ દળોના પ્રદર્શનને નિહાળ્યું હતું. જેમાં ગુજરાત પોલીસની 300 મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા ડાન્સ પરફોર્મન્સ પણ સામેલ હતું. તેમણે સમારોહમાં હાજર તમામ સૈન્ય કર્મચારીઓ અને અન્ય લોકોને એકતા દિવસના શપથ લેવડાવ્યા હતા. આ પછી તેણે યુનિટી ડે પરેડ જોઈ.