Site icon Revoi.in

રેલવે મંત્રીએ ગાંધીનગર રેલેવે સ્ટેશનના કર્યા વખાણ, રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનો વીડિયો કર્યો શેર

Social Share

અમદાવાદઃ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આધુનિક સુવિધાથી સજ્જ રેલવે સ્ટેશન ઉભું કરવામાં આવ્યું છે. જેમાં મુસાફરો માટે પ્રાર્થના રૂમ અને નાની હોસ્પિટલથી લઈને અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગર રેલવે સ્ટેશનનો વીડિયો જોઈને રેલવે મંત્રી પિયુષ ગોયલ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમજ તેમણે રેલવે સ્ટેશનનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરમાં રૂ. 750 કરોડના ખર્ચે આધુનિક સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશન ઉભી કરવામાં આવ્યું છે. અહીં મુસાફરો માટે ફાઈવ સ્ટાર હોટલ પણ બનાવવામાં આવી છે. એટલું જ નહીં પ્રાર્થના રૂમ, બેબી ફિડિંગ રૂમ તથા બીમાર મુસાફરની પ્રાથમિક સારવાર માટે નાની હોસ્પિટલ સહિત અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ગાંધીનગર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનો વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે.

રેલવે મંત્રી પિયુષ ગોયલે ગાંધીનગર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં ફિલ્મ અભિનેતા પ્રતિક ગાંધી રેલવે સ્ટેશનની સુવિધાઓ અંગે માહિતી આપે છે. આ વીડિયો શેર કરીને રેલવે મંત્રીએ લખ્યું છે કે, આ એક હોટલ છે કે રેલવે સ્ટેશન?