- સિનીયર સિટીઝન પેસેન્ઝર ઘટ્યા
- 2021-22 સુધીમાં આ પેસેન્જરોમાં 24 ટકા ઘટાડો
દિલ્હીઃ- તાજેતરમાં જ ભારતીય રેલ્વે વિભાગ દ્રારા એક માહિતી જારી કરાઈ છે જેમાં સિનીયર સિટીઝનને લઈને કેટલીક બાબત સામે આવી છે જે પ્રમાણે વર્ષ 2021થી લઈને વર્ષ 2022 સુધીમાં વરિષ્ટ યાત્રીઓની સંખ્યામાં મોટા ઘટાડો દર્શાવાયો છે.
આ રિપોર્ટ પ્રમાણે 2019-2020ની તુલનામાં 2021-22માં ટ્રેનમાં મુસાફરી કરતા વરિષ્ઠ નાગરિકોની સંખ્યામાં લગભગ 24 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. માહિતી અધિકાર હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ માહિતી સામે આવી છે.
અધિકારીઓએ કહ્યું કે આ ઘટાડાનું કારણ કોરોનાની બીજી લહેર હોઈ શકે છે, જ્યારે ઓછી સંખ્યામાં લોકો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. આ તે સમય પણ હતો જ્યારે રેલવેએ વરિષ્ઠ નાગરિકો માટેની રાહતો પાછી ખેંચી હતી આ બન્ને કારણો જવાબદાર હોય શકે છે.
વરિષ્ટ નાગરિકોને લઈને મળેલી કેટલીક માહિતી આ પ્રમાણે છે
- વર્ષ 2018-2019માં 7.1 કરોડ વરિષ્ઠ નાગરિકોએ ટ્રેનમાં મુસાફરી કરી,
- વર્ષ 2019-20માં આ સંખ્યા વધીને 7.2 કરોડ થઈ ગઈ.
- 2020-21ના રોગચાળામાં, 60 વર્ષથી વધુ ઉંમરના લગભગ 1.9 કરોડ નાગરિકોએ જ ટ્રેનમાં મુસાફરી કરી હતી.
- વર્ષ 2021-22માં લગભગ 5.5 કરોડ વરિષ્ઠ નાગરિકોએ ટ્રેનનો ઉપયોગ કર્યો હતો.
- મુસાફરોની સંખ્યામાં ઘટાડાને કારણે આ શ્રેણીમાંથી રેલ્વેનીઆવકમાં 13 ટકાનો ઘટાડો થયો છે.
- RTI જવાબ મુજબ, વરિષ્ઠ નાગરિક મુસાફરોની કુલ આવક 2018-2019 દરમિયાન રૂ. 2,920 કરોડ, 2019-2020માં રૂ. 3,010 કરોડ, 2020-21માં રૂ. 875 કરોડ અને 2021-22માં રૂ. 2,598 કરોડ હતી.