Site icon Revoi.in

ભારે વરસાદને કારણે ડભોઈ-ચાંદોદ વચ્ચેનો રેલવે ટ્રેક ક્ષતિગ્રસ્ત

Social Share

છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના ડભોઈ-એકતા નગર રેલખંડ પરનો ટ્રેક ક્ષતિગ્રસ્ત થતાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. બોડેલી- છોટા ઉદેપુર- ચાંદોદ  વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડભોઈ – એકતા નગર રેલખંડપર ચાંદોદ નજીક રેલ્વે ક્રોસીંગ નંબર 4 પાસે રેલ્વે ટ્રેકને નુકસાન થવાથી અને નીચેથી  માટી ધોવાઈ જવાને કારણે આ રેલખંડ પર દોડતી ટ્રેનોને અસર થઈ છે જે નીચે મુજબ છે.

1- ટ્રેન નંબર 09108, અને 09110, એકતા નગર – પ્રતાપ નગર મેમુ પેસેન્જર 11 જુલાઈ 2022 ના રોજ રદ રહેશે.

2- ટ્રેન નંબર 09109 અને 09113 પ્રતાપ નગર – એકતા નગર મેમુ પેસેન્જર 11 જુલાઈ 2022 ના રોજ રદ રહેશે.

3 તારીખ 11 જુલાઈની ટ્રેન નંબર 20950 એકતા નગર – અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસને  ડભોઈ સ્ટેશનથી શોર્ટ ઓરિજનેટ આ ટ્રેન આજે એકતા નગર – ડભોઈ વચ્ચે રદ રહેશે.

4 તારીખ 11  જુલાઈની ટ્રેન નંબર 20947 અમદાવાદ – એકતા નગર જનશતાબ્દી એક્સપ્રેસને ડભોઈ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે અને આ ટ્રેન આજે ડભોઈ – એકતા નગર વચ્ચે રદ રહેશે.  વડોદરા વિભાગ દ્વારા જન શતાબ્દી ટ્રેનના 50 મુસાફરોને બસ દ્વારા એકતા નગર લઈ જવામાં આવ્યા હતા અને તેમના માટે પીવાના પાણીની પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.  પશ્ચિમ રેલવે દ્વારા ટ્રેક પુનઃસ્થાપનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.