- અન્ડરપાસ બંધ કરાતા લોકોને બે કિમી ફરીને જવું પડશે,
- લોખંડની જાળી મરામતની કામગીરીને લીધે અન્ડરપાસ બંધ કરાયો,
અમદાવાદઃ શહેરમાં તાજેતરમાં ભારે વરસાદને લીધે ઘણા અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા હતા. જેમાં ન્યુ રાણીપ વિસ્તારમાં અનમોલ બંગ્લોઝ પાસે આવેલા રેલવે અંડરપાસની વચ્ચે આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની લોખંડની જાળી તૂટી ગઈ હતી. આથી એએમસી દ્વારા લોખંડની જાળીની મરામતનું કામ હાથ ધરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે દિવસ તેના રિપેરિંગની કામગીરી કરવાની હોવાના કારણે અન્ડરપાસ આજે મંગળવાર અને કાલે બુધવાર એમ બે દિવસ અન્ડર બ્રિજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે વાહનચાલકો ન્યુ રાણીપ આનંદ પાર્ટી પ્લોટથી ચાંદલોડિયા ગાયત્રી ગરનાળાથી તળાવ થઈને ચાંદલોડિયા બ્રિજ તરફ જઇ શકાશે.
શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ન્યુ રાણીપ વિસ્તારમાં અનમોલ બંગ્લોઝ પાસે આવેલા રેલવે અંડરપાસની વચ્ચે આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની લોખંડની જાળી તૂટી જતા તેના રિપેરિંગનું કામ આજથી શરૂ કરવામાં આવ્યુ છે. જેથી આજે અને આવતીકાલે એમ બે દિવસ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી રેલવે અંડરબ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે. ન્યુ રાણીપ વિસ્તારમાં રહેતા વાહનચાલકોએ ગોતા વંદે માતરમ રોડ થઈ એસજી હાઇવે જવા માટે ચેનપુર ક્રોસિંગ જે હાલમાં ડાયવર્ઝન આપ્યું છે તેમાં પણ બે કિલોમીટરથી વધારે ફરીને જવું પડશે. ન્યુ રાણીપથી ગોતા વંદે માતરમ તરફ જવા માટે બે વૈકલ્પિક માર્ગ તરીકે ન્યૂ રાણીપ આનંદ પાર્ટી પ્લોટથી ગાયત્રી ગરનાળા થઈ તળાવથી ચાંદલોડિયા બ્રિજ પાસે થઈને એસજી હાઇવે અને વંદે માતરમ તરફ જઈ શકાય છે. બીજા વૈકલ્પિક માર્ગ તરીકે ચેનપુર ક્રોસિંગ પાસેથી આપેલા ડાયવર્ઝન પર થઈ જગતપુર રોડ પરથી ગોદરેજ ગાર્ડન સિટી ચાર રસ્તા થઈ અને એસજી હાઇવે તેમજ સેવી સ્વરાજ વંદે માતરમ રોડ પર જઈ શકાય છે.