- રેલ્વેએ ચીનની કંપનીને આપ્યો મોટો ફટકો
- વેંદે ભારત ટ્રેન નિર્માણના સેટ માટે કંપનીને ગેરલાયક ગણાવી
- આ કાર્ય માટે ત્રણ કંપનીઓએ બીડ લગાવી હતી
દિલ્હીઃ-ચીની કંપનીને મોટો ફટક પડ્યો છે, રેલ્વે એ વંદે ભારત ટ્રેન સેટના નિર્માણમાં ચીનની કંપનીને ગેરલાયક ઘોષિત કરી હતી. રેલ્વેએ ચીની સંયુક્ત સાહસ સીઆરઆરસી-પાયનિયર ઇલેક્ટ્રિક (ભારત) પ્રાઇવેટ લિમિટેડને અયોગ્ય કરાર આપ્યો છે. આ ટેન્ડરની અંદાજે કિમંત 18 હજાર કરોડ રુપિયા માનવામાં યાવી રહી છે.
હવે ફક્ત બે સ્થાનિક કંપનીઓ ભેલ અને મેધા સર્વો ડ્રાઇવ્સના બિડ માન્ય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેધાને પહેલાથીજ સૌથી નીચી બોલી લગાવનાર તરીકે આ બે ટ્રેન સેટ બનાવવાનો કરાર પ્રાપ્ત થયો હતો, આ કરારને લઈને માત્ર ત્રણ કંપનીઓએ બોલી લગાવી હતી જેમાં બેઇજિંગ સ્થિત સીઆરઆરસી લિમિટેડ અને ભારતના પાયોનિયરનો સમાવેશ થયો હતો જેનો હરિયાણામાં પ્લાન્ટ છે
મેધા, બીએચઈએલ અને સીઆરઆરસી-પાયનિયર ઇલેક્ટ્રિક ઈન્ડિયા કેવન આ ત્રણ કંપનીઓ કે જેમણે પ્રોજેક્ટમાં બિડ લગાવી હતી. જેમાં 44 સે.મી. હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેન સેટના નિર્માણનો સમાવેશકરવામાં આવ્યો હતો. ટેન્ડરોનું મૂલ્યાંકન કરવામાં અને અંતિમ નિર્ણય લેવામાં રેલ્વેને લગભગ ચાર અઠવાડિયા જેટલો સમય લાગ્યો હતો
ઉલ્લેખનીય છે કે, વંદે ભારત ટ્રેનોના નિર્માણ માટે રેલ્વેએ આ વર્ષની શરૂઆતમાં બિડ મંગાવી હતી. આ સમયગાળા દરમિયાન લદાખમાં ભારત-ચીન સરહદ પર તણાવ એક મોટો મુદ્દો બની ગયો હતો. ત્યાર બાદ આ ટેન્ડર રદ કરાયું હતું. મંત્રાલયે એમ પણ કહ્યું હતું કે આ નિર્ણય તકનીકી ધોરણે લેવામાં આવ્યો હતો.
સાહિન-