બાળકો માટે યાત્રાના નિયમોમાં બદલાવ લાવીને રેલ્વેએ 2800 કરોડની જંગી આવક મેળવી
દિલ્હીઃ ભારતીય રેલ્વે સતત પોતાના નિયમોમાં બદલાવ લાવીને પોતાની જંગી કમાણીમાં સુઘારો કરી રહી છે ત્યારે હવે બાળકો માટેના યાત્રાના નિયમોમાં ફેરફાર કરીને રેલ્વે એ 2 હજાર 800 કરોડ કમાયા હોવાની બાબત સામે આવી છે.
આ બાબત ત્યારે સામી આવી કે જ્યારે સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ (CRIS) એ માહિતી અધિકાર હેઠળ સવાલ કરવામાં આવ્યો હતો જેમાં જાણવા મળ્યું કે ભારતીય રેલ્વેએ બાળકો માટે મુસાફરી ભાડાના નિયમોમાં ફેરફાર કરીને સાત વર્ષમાં 2800 કરોડ રૂપિયાની વધારાની આવક મેળવી છે.
CRISએ કહ્યું કે નિયમોમાં સુધારાને કારણે માત્ર નાણાકીય વર્ષ 2022-23માં જ 560 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. 31 માર્ચ, 2016ના રોજ મંત્રાલયે જાહેરાત કરી હતી કે જો બાળકો માટે આરક્ષિત કોચમાં અલગ સીટનો વિકલ્પ પસંદ કરવામાં આવે તો રેલ્વે પાંચથી 12 વર્ષની વયના બાળકો માટે સંપૂર્ણ પુખ્ત ભાડું વસૂલશે. સુધારેલા ધોરણો 21 એપ્રિલ 2016 થી અમલમાં આવ્યા.
આ અગાઉ, રેલ્વે પાંચથી 12 વર્ષની વયના બાળકો માટે અલગ બર્થ પસંદ કરવાનો વિકલ્પ આપતી હતી અને મુસાફરીનું અડધું ભાડું વસૂલતું હતું. જો કે સુધારેલા ધોરણમાં ઉપરોક્ત વય જૂથના બાળકોને અડધા ભાડામાં મુસાફરી કરવાની છૂટ છે પરંતુ તેમને અલગ સીટ મળશે નહીં. તેઓએ મુસાફરી કરતા પુખ્ત વયની સીટ પર બેસવાનું રહેશે. CRIS એ નાણાકીય વર્ષ 2016-17 થી 2022-23 સુધીના બાળકોની બે શ્રેણીઓ માટે ભાડાના વિકલ્પોના આધારે ડેટા પ્રદાન કર્યો છે. સાત વર્ષનો ડેટા દર્શાવે છે કે 3.6 કરોડથી વધુ બાળકોએ અલગ સીટ લીધા વગર અડધું ભાડું ચૂકવીને મુસાફરી કરી હતી. તે જ સમયે, 10 કરોડથી વધુ બાળકોએ અલગ સીટનો વિકલ્પ પસંદ કર્યો અને સંપૂર્ણ ભાડું ચૂકવ્યું.
tags:
indian railway