- રેલ્વેની પ્રીમિયમ ટ્રેનોમાં હવે ચા મળશે સસ્તી
- રેલ્વે એ તમામ સેર્વિસ ચાર્જ હટાવ્યા
- જો કે ભોજનના ચાર્જમાં વધારો ઝિંકાયો
દિલ્હીઃ- ભારપતીય રેલ્વે પોતાના ગ્રાહકો માટે હંમેશા કાર્યશીલ તો રહે છે જો કે રેલ્વે દ્રારા 20 રૂપિયાની ચા 70 રૂપિયામાં આપાતા છએલ્લા ઘમા સમયથી આ મામલે હંગામો મચ્યો હતો, ત્યારે આ બાબત વચ્ચે હવે રેલ્વે એ તમામ પ્રીમિયમ ટ્રેનોમાં તમામ ખાદ્યપદાર્થો અને પીણાં પર અલગથી 50 રૂપિયાનો સર્વિસ ટેક્સ માફ કર્યો છે.
જો કે રેલ્વે એ ખાદ્યપદાર્થોના ભાવમાં સર્વિસ ચાર્જ એડ કર્યો છે. રેલવે બોર્ડે આદેશમાં ઉલ્લેખ કર્યો છે કે ઓન-બોર્ડ કેટરિંગમાંથી સર્વિસ ચાર્જ માફ કરવામાં આવ્યો છે. ચા અને કોફીની કિંમતો તમામ મુસાફરો માટે સમાન રહેશે.
ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડની અગાઉની જોગવાઈ હેઠળ, જો કોઈ વ્યક્તિએ તેની ટ્રેન ટિકિટ બુક કરાવતી વખતે ભોજન માટે બુકિંગ ન કરાવ્યું હોય, તો તેને મુસાફરી દરમિયાન ભોજનનો ઓર્ડર આપતી વખતે વધારાના 50 રૂપિયા આપવા પડતા હતા ભલેને પછી તેમણે માત્ર 20 રૂપિયામાં ચા કે કોફીનો ઓર્ડર કેમ ન આપ્યો હોય.જો કે હવે આ બાબતે યાત્રીઓને રાહત મળી છે.
આ પ્રીમિયમ ટ્રેનોમાં, જો મુસાફરી દરમિયાન નાસ્તો, લંચ અથવા ડિનરનો ઓર્ડર આપવામાં આવે છે, તો ભોજનના ખર્ચમાં 50 રૂપિયાનો સર્વિસ ચાર્જ ઉમેરવામાં આવશે.આ પહેલા નાસ્તો, લંચ અને સાંજના નાસ્તાના દરો રૂ. 105, રૂ. 185 અને રૂ. 90 હતા, જ્યારે દરેક ભોજન સાથે રૂ. 50નો વધારાનો ચાર્જ વસૂલવામાં આવતો હતો.
આ ચાર્જ એડ કરવા બાદ મુસાફરોએ હવે આ ભોજન માટે અનુક્રમે 155 રૂપિયા, 235 રૂપિયા અને 140 રૂપિયા ચૂકવવા પડશે. આ વધેલા દરો તે મુસાફરો માટે હશે જેઓ મુસાફરી દરમિયાન ભોજનનો ઓર્ડર આપે છે.
સર્વિસ ચાર્જ હટાવવાનો ફાયદો માત્ર ચા અને કોફીનો ઓર્ડર આપવા પર જ જોવા મળશે. પરંતુ બુકિંગ વિના ફૂડ ઓર્ડર કરનારા મુસાફરોએ સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે.
વંદે ભારત ટ્રેનો માટે, જે યાત્રીઓ એ મુસાફરી દરમિયાન ભોજન સેવાઓનું બુકિંગ કરાવ્યું નથી, તેઓએ નાસ્તો, રાત્રિભોજન, સાંજના નાસ્તા માટે એટલી જ રકમ ચૂકવવાની રહેશે જેટલી તેઓએ સેવા ફી વસૂલતી વખતે ચૂકવી હતી. આનું કારણ એ છે કે વધારો ફી તરીકે નહીં પણ ખોરાકની કિંમત તરીકે દર્શાવવામાં આવ્યો છે.