- રેલ્વેથી પાર્સ મોકલવું બનશે વધુ સુરક્ષિત
- રેલ્વે OTP આધારિત ‘ડિજિટલ લોક’ સિસ્ટમ શરૂ કરશે
ભારતીય રેલ્વે દિવસેને દિવસે અનેક મહત્વના નિર્ણય લઈ રહી છે, રેલ્વે દ્રારા હવે પાર્લ મોકલવાને લઈને ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે જેનાથી પાર્સલ વધુ સુરક્ષિત રહી શકે છે, એટલે કે દેશના નાગરિકોને કરેલ્વે મારફત પાર્સલ પહોંચાડવું વધુ સરળની સાથે સુરક્ષિત પણ રહેશે.
જાણકારી અનુસાર હવે ટૂંક સમયમાં રેલ્વે માલવાહક અને પાર્સલ ટ્રેનોમાં ચોરીથી બચવા માટે વન ટાઈમ પાસવર્ડ આધારિત ‘ડિજિટલ લોક’ સિસ્ટમનો ઉપયોગ કરવાનું શરૂ કરવા જઈ રહ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. જેથી હવે રેલ્વેમાં પરિવહન દરમિયાન ચોરીની શક્યતા ખતમ થઈ જશે.
આ સિસ્ટમનો ઉપયોગ ‘સ્માર્ટ લોક’ આપીને કરાય છે. તેમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. તેની મદદથી વાહનની હાજરીનું સ્થાન જાણી શકાય છે અને સામાનની ચોરીની શક્યતા ઘટી જાય છે. આ સિસ્ટમ સંપૂર્ણપણે સુરક્ષિત OTP પર આધારિત હશે, જેનો ઉપયોગ ટ્રેનના ડબ્બાના દરવાજા ખોલવા અને બંધ કરવા માટે કરવામાં આવશે.
આ સાથે જ આ યાત્રા દરમિયાન માલસામાનની પહોંચ શક્ય નહીં હોય. કમ્પાર્ટમેન્ટ OTP દ્વારા ખોલવામાં આવશે અને અન્ય OTP દ્વારા બંધ કરવામાં આવશે. જો દરવાજા સાથે ચેડાં થયા હોય અથવા અથડાયા હોય, તો પણ તે શોધી કાઢવામાં આવશે કારણ કે તરત જ અધિકારીના મોબાઇલ નંબર પર એલર્ટ સંદેશ મોકલવામાં આવશે.