રેલ્વે આ વર્ષે 1 ઓક્ટોબરથી 30 નવેમ્બર, 2024 દરમિયાન દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન મુસાફરોની સરળ મુસાફરીની સુવિધા માટે 6556 વિશેષ ટ્રેનો ચલાવી રહી છે. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રેનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.
પશ્ચિમ રેલ્વે, દિવાળી અને છઠ પૂજા માટે રાજકોટ ડિવિઝનમાંથી 8 જોડી ફેસ્ટિવલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરી રહ્યું છે. જે અંતર્ગત હાપા-નાહરલાગુન સ્પેશ્યલ , ઓખા-ગાંધીગ્રામ (સાપ્તાહિક) ,ઓખા-ભગત કી કોઠી સ્પેશિયલ , ઓખા-દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ ,ઓખા-મદુરાઈ સ્પેશિયલ , રાજકોટ-બરૌની સ્પેશિયલ ,રાજકોટ-લાલકુઆં ફેસ્ટિવલ સ્પેશિયલ ,રાજકોટ-મહબૂબનગર સ્પેશિયલ ટ્રેનો ચલાવાશે.
આ ટ્રેનોના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે રેલવે ની વેબસાઇટ ની મુલાકાત લેવા યાદીમાં જણાવાયું છે.