- મહારાષ્ટ્રમાં વરસાદને લઈને એલર્ટ
- અનેક જીલ્લામાં ભઆરે વરસાદની આગાહી
મુંબઈઃ- દેશભરમાં ચોમાસું બેસી હયું છે ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે નદી,નાળા તળા પોતાની સપાટીઓ વટાવી ચૂક્યા છે તો મોટા શહેરોમાં રસ્તાઓ પાણીમામં ગરકાવ થયા છે જો મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે અહી પુરને લઈને એલર્ટ આપ્યું છે,વરસાદના કહરેથી નીચાણવાળા વિસ્તારોમાં પુરની સ્થિતિ સર્જાઈ શકે છે જેને લઈને તંત્રને પણ સજ્જ રહેવા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેચટલાક દિવસોથી વરસી રહેલા વરસાદે મહારાશ્ટ્રના ઘણા જીલ્લાઓને પાણીમાં ગરકાવ કર્યા છે જેને લઈને નીચાણવાળા વિસ્તારોના લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે.
મુંબઈ: ભારતીય હવામાન વિભાગ એ મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે. કોંકણ પ્રદેશના તમામ જિલ્લાઓમાં મુશળધાર વરસાદની આગાહી કરાઈ છે.
કોંકણ વિભાગના પાલઘર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 100.1 મીમી વરસાદ નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, પાલઘર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. પાલઘર જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ પર છે અને મંત્રાલય કંટ્રોલ રૂમના સંપર્કમાં છે. આ સાથએ જ સુરક્ષાદળો પણ તૈનાત કરવામાં આવ્યા છે.
હવામાન વિભાગે મહારાષ્ટ્રના રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગમાં રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં 9 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તે જ સમયે, પાલઘર, પુણે, કોલ્હાપુર અને સતારા જિલ્લામાં 8 જુલાઈ સુધી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ સાથે જ મુંબઈ અને થાણે માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કોંકણ, ગોવા અને દક્ષિણ મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પૂરનું જોખમ સેવાઈ રહ્યપં છે, તેથી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
બીજી તરફ નહારાષ્ટ્રના પુણે, સતારા અને કોલ્હાપુરમાં ભારે વરસાદની આગાહી છે. આ વિસ્તારોમાં NDRF અને SDRFની અનેક ટીમો તૈનાત કરવામાં આવી છે. કોલ્હાપુરમાં પંચગંગા નદી જોખમી સપાટી વટાવાની નજીક છે.આ સાથએ જ હાલ મુંબઈમાં પણ ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર તથા જનજીવન પર માઠી અસર પડેલી જોવા મળી રહી છે.