Site icon Revoi.in

હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર યથાવત, શાળા-કોલેજો બંઘ અનેક માર્ગો અવરોઘિત

Social Share

શિમલાઃ- દેશના ઘણા વિસ્તારોમાં વરસાદનો કહેર હાલ પણ યથાવત છે ખઆસ કરીને જો વાત કરવામાં આવે હિમાચલ પ્રદેશની તો અહીની સુંદરતા વરસાદે બગાડી છએ,પ્રવાસીઓનું ફએવરિટ પ્લેસ ગણાતા હિમાચલમાં વપસાદે તબાહી મચાવી છએ,નદી નાળાઓ છલકાયા છે તો અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાો સામે આવી રહી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે અહીં બુધવારે ભારે વરસાદ ખાબક્યો છે આ થયેલા વરસાદે શિમલા સહિત અનેક જિલ્લાઓમાં તબાહી મચાવી હતી. ડિઝાસ્ટર વિભાગના જણાવ્યા પ્રમાણે બુધવારે વરસાદને કારણે 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 400થી વધુ રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.. શિમલા-કાલકા રેલ્વે લાઇનને પણ નુકસાન થયું છે. સિમલા-ચંદીગઢ અને શિમલા-મનાલી હાઈવે હાલમાં ભૂસ્ખલન અને અવિરત વરસાદને કારણે બંધ છે. બીજી તરફ, કુલ્લુનો ફરી એકવાર રાજ્યના અન્ય ભાગો સાથે સંપર્ક તૂટી ગયો છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો મંડી, શિમલા, સોલન, કુલ્લુ, બિલાસપુરમાં 180 મીમીથી વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધીમાં મંડીમાં 8 અને શિમલામાં બુધવારે 3 મોત થયા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કમોસમી વરસાદને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 242 લોકોના મોત થયા છે.

રાજધાની શિમલામાં વરસાદનો કહેર એવો છે કે અહીં દેવદારના વિશાળ વૃક્ષો ધરાશાયી થયા છે અને ભૂસ્ખલનને કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે. હિલ્સની રાણી શિમલામાં વીજળી અને પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે.

આ સહીત અહી અવિરત વરસાદને જોતા વહીવટીતંત્રે કાંગડા, કુલ્લુ, મંડી અને શિમલા જેવા જિલ્લાઓમાં રેલ એલર્ટ જાહેર કર્યું છે.આ સહીત પ્રશાસને મંડી, શિમલા, સોલન, હમીરપુર, ચંબા, સિરમૌરમાં પૂરની ચેતવણી જારી કરી છે.

અનેક જીલ્લાઓમાં વરસાદ અને પૂરના જોખમને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે રાજ્યના શિમલા, મંડી અને સોલનમાં શાળા-કોલેજોમાં બે દિવસની રજા જાહેર કરી છે.જેથી કરીને બાળકોએ હાલાકીન સામનો ન કરવો પડે.આ સહીત એક ગામથી બીજા ગામને જોડતા માર્ગો પણ ભૂસ્ખલનને કારણે અવરોઘિત બન્યા છે.